________________
તત્ત્વચર્ચા
}es
આ અને માસ શ્રમણ નિર્થ થાને માટે અભક્ષ્ય છે જ્યારે બાકી રહેલા ધાન્યમાસના પણુ શસ્ત્રપરિણત, અશપરિણત, એણીય, અનેષણીય, યાચિત, અયાચિત, લખ્યું અને અલખ્યું એમ અનેક પ્રકાર છે. એમાંથી શસ્રપરિણત, અષણીય, યાચિત અને લખ્યું ધાન્ય જ શ્રમણ્ણાને માટે ભક્ષ્ય છે. ખાકી રહેલા સચિત્ત આદિ વિશેષણયુક્ત ધાન્યમાસ અભક્ષ્ય છે.
સામિલ-ભગવાન, કળથી આપને માટે ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? મહાવીર—કળથી ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ
સામિલ—એ કેવી રીતે ?
મહાવીર—બ્રાહ્મણ-ગ્ર^થામાં ‘કુલત્થા’( કળથી ) શબ્દના એ અર્થ થાય છે—કળથી ધાન્ય અને કુલીન સ્ત્રી. કુલીન શ્રી ત્રણ પ્રકારની હાય છે-કુલકન્યા, કુલવધૂ અને કુલમાતા. આ કુળથી શ્રમણ નિગ્ર થા માટે અભક્ષ્ય છે.
• કુલત્થા
ધાન્ય પણ સરસવની માફ્ક અનેક પ્રકારનું હોય છે. એમાં શસ્ત્રપરિણત, એણીય, યાચિત અને લખ્યું ‘કુલત્થા’શ્રમણુ નિગ્રથાને માટે ભક્ષ્ય છે આાકીના અભક્ષ્ય.
>
સેામિલ— ભગવન્, આપ એક છે કે એ છે ? અક્ષય, અવ્યય અને અવસ્થિત છે કે ભૂત, ભવિષ્ય, વમાનના અનેક રૂપધારી છે.
મહાવીર—હું એક પણ છું અને એ પણુ છું. અક્ષય છું, અવ્યય છુ. અને અવસ્થિત પણ છું. પછી અપેક્ષાથી ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો અનેક રૂપધારી છું.
સામિલ—ભગવન, એ કઈ રીતે?
મહાવીર—સામિલ, હું દ્રવ્યરૂપમાં એક આત્મ-દ્રવ્ય છુ. ઉપયાગ ગુણની દૃષ્ટિએ જ્ઞાન ઉપયાગ અને દન ઉપયાગ રૂપ ચેતનાના ભેન્નુથી એ છું. આત્મપ્રદેશામાં કાઈ વખતે ક્ષય, વ્યય અને ન્યૂનાધિકતા હોતી નથી. એટલે અક્ષય-અવ્યય અને અવસ્થિત છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org