SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ તરવચર્ચાઓ ૬૭૩ સેમ મહારાજ ધર્મ સાધનમાં પ્રવૃત્ત શિવ રાજર્ષિનું રક્ષણ કરે, અને પૂર્વ દિશામાં સ્થિત કંદ, મૂલ, છાલ, પત્ર, પુષ્પ, ફલ અને હરિત વનસ્પતિઓને લેવાની અનુમતિ આપે.” આ પ્રમાણે કહી શિવ રાજર્ષિ પૂર્વ દિશાની તરફ ચાલ્યા. અને કિઠિન સાંકાયિકાને લઈને પૂર્વદિશામાં ગયાં. કંદ-મૂલ ફલ, પુષ્પ આદિ ભરીને તથા દર્ભ, કુશ, સમિધ, પત્રાટ આદિ લઈને પિતાની કુટિરમાં આવ્યા. એને એક બાજુ રાખીને વેદિકાને સાફ કરી. પછીથી દર્ભગભિત કલશ લઈ ગંગાએ ગયા. સ્નાન-માજન કર્યું અને પિતૃઓને જલાદિ અર્પણ કરી કલશ ભરીને કુટિરમાં પાછા ફર્યા. દર્ભ-કુશ અને વાલુકાની વેદી બનાવી. અરણિને શરથી રગડીને અગ્નિ ઉત્પન્ન કર્યો અને સમિધ કાઠે વડે તેને સળગાવી. અગ્નિ-કુંડની ડાબી બાજુ ૧. સકહું ૨. વક્કલ, ૩. ઠાણ, ૪. સિજજા, પ. કમંડલું, ૬. દંડ, ૭. આત્મા (સ્વયં પણ ડાબી બાજુ બેઠા ). એની પછી મધ, ઘી અને ચોખાની આહુતિ આપી અને ચરુબલિ તૈયાર કર્યો. ચરુ વડે વૈશ્વદેવની પૂજા કરી અને પછી અતિથિને સત્કાર કરી સ્વયં ભોજન કર્યું. આ પ્રમાણે બીજા છઠ્ઠના પારણામાં દક્ષિણ દિશા અને એના લેકપાલ યમની અનુમતિ લઈ પૂર્વવત્ બધાં કાર્યો કર્યા. ત્રીજા પારણમાં પશ્ચિમ દિશાના લોકપાલ વરુણ મહારાજની અનુમતિ ગ્રહણ કરી પૂર્વવત્ બધાં કાર્યો કર્યા. ચોથા પારણામાં ઉત્તર દિશાના લોકપાલ વૈશ્રમણ મહારાજની અનુમતિ લઈને પૂર્વવત્ બધાં કાર્યો કર્યા. આ પ્રમાણે દીર્ઘ કાલ સુધી દિઠ્યક્રવાલ તપ કરવાથી આતાપના લેવાથી શિવરાજષિને વિલંગ જ્ઞાન થયું અને સાત સમુદ્રો સુધી સ્કૂલ અને સૂક્ષ્મ રૂપના પદાર્થો જાણવા અને જેવા લાગ્યા. ૪ તસમયે પ્રસિદ્ધ ૩પ૨વિરોષ ભગવતી સટીક પત્ર. ૯૫૬ ૫ જયોતિ સ્થાનમ્ રાવમાં / એજન ૫૬૯ ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy