________________
६७४
ભગવાન મહાવીર : એક અનુશીલન
વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયા પછી શિવરાજર્ષિ તપોભૂમિથી પિતાની કુટિર પર ગયા અને વલ્કલ પહેરીને, શેઢી, લેહકડુચ્છય, દંડ, કમંડલ, તામ્ર-ભાજન અને કિઠિન સાંકાયિકા લઈ હસ્તિનાપુરમાં ગયા અને લેકેને પિતાના જ્ઞાનથી જાણેલ સાત દ્વીપસમુદ્રોની વાત કરી અને કહ્યું કે આનાથી અધિક કપ અને સમુદ્ર નથી.
આ વખતે ભગવાન મહાવીર હસ્તિનાપુર પધાર્યા. ઈન્દ્રભૂતિ ગૌતમ ભિક્ષા અર્થે નગરમાં ગયા. ત્યાં એમણે શિવરાજર્ષિના મંતવ્ય પર જનતામાં થતી ચર્ચા સાંભળી. ગૌતમે પાછા ફરી ભગવાનને પૂછયું–ભગવાન, સાત જ દ્વિીપ સમુદ્ર છે, એ શિવરાજર્ષિનું કથન શું સત્ય છે?
ભગવાને કહ્યું–સાત દ્વીપસમુદ્ર અંગેનું શિવરાજર્ષિનું કથન મિથ્યા છે. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે જબૂદ્વીપ આદિ અસંખ્ય દ્વીપ છે અને લવણસમુદ્ર, આદિ અસંખ્ય સમુદ્ર છે. આ બધાને આકાર એક સરખે છે પરંતુ વિસ્તાર ભિન્ન ભિન્ન છે.
સમવસરણમાં બેઠેલા નાગરિકોએ એ વાત સાંભળી અને નગરમાં એ ચર્ચા ફેલાઈ ગઈ કે શિવરાજર્ષિનું સાત-દ્વીપ સમુદ્ર અંગેનું કથન મિથ્યા છે. ભગવાન મહાવીરે અસંખ્ય દ્વીપ–સમુદ્ર હેવાનું કહ્યું છે.
શિવરાજર્ષિએ જ્યારે મહાવીરનું કથન સાંભળ્યું, ત્યારે તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યા એ શું વાત છે? મહાવીર અસંખ્ય દ્વીપ– સમુદ્ર કહે છે અને હું ફક્ત સાત જ જોઈ રહ્યો છું. શું મારું જ્ઞાન અપૂર્ણ છે. તેઓ આ પ્રમાણે વિચાર કરી રહ્યા હતા. એટલામાં એમનું વિભેગજ્ઞાન વિનષ્ટ થઈ ગયું. એમને એ અનુભવ થાયે કે ભગવાન મહાવીર તીર્થંકર છે. તેઓ સર્વજ્ઞ–સર્વદર્શ છે. એટલે મારે સાચે નિર્ણય કરવા એમની પાસે જવું જોઈએ. ૬ ભગવતી શતક ૧૧, ઉદ, ૯ સૂત્ર ૪૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org