________________
શમણ કેશકુમાર અને ગૌતમ
૬૭૩
માટે શ્રેમ અને શિવરૂપ તથા બાધા રહિત એવું આપના મતે કયું સ્થાન છે ?
ગૌતમ–લેકમાં અગ્રભાગે એક ધ્રુવ સ્થાન છે. જ્યાં જરા, મરણ અને વ્યાધિ નથી. જ્યાં આરહણ કરવું નિતાન્ત દુષ્કર છે.
કેશીએ કર્યું સ્થાન છે?
ગૌતમ–મહર્ષિઓએ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે, તે નિર્વાણ, સિદ્ધિ, લેકાગ્ર, ક્ષેમ, શિવ અને અવ્યાબાધ એ નામથી પ્રસિદ્ધ છે. તે સ્થાન શાશ્વત વાસનું છે, લેકના અગ્રભાગમાં સ્થિત છે અને દુરારોહ છે. એને પ્રાપ્ત કરી ભવપરંપરાનો અન્ત કરનાર મુનિજન ચિંતામુક્ત થઈ જાય છે.
ચર્ચાનો ઉપસંહાર કરતા કેશીકુમાર શ્રમણે કહ્યું–હે મહામુનિ, આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારા સંશ નષ્ટ કરી નાંખ્યા છે. હે સંશયાતીત, હે સર્વસૂત્ર-મહોદધિ, હું તમને નમસ્કાર કરું છું.
ગણધર ગૌતમને નમસ્કાર કર્યા પછી કુમાર કેશી શ્રમણે પિતાના શિષ્ય સહિત પંચ મહાવ્રતરૂપ ધર્મને ભાવથી ગ્રહણ કર્યો અને ભગવાન મહાવીરના ભિક્ષુ સંઘમાં ભળી ગયા.'
કેશી અને ગૌતમના પ્રસ્તુત સંમેલનથી અનેક મહત્વપૂર્ણ તત્વે અંગે સ્પષ્ટ નિર્ણય થયે. શ્રમણ કેશીકુમારના સંબંધમાં વિશેષ જાણકારી માટે અમે લખેલે “ભગવાન પાર્શ્વ એક સમીક્ષાત્મક અધ્યયન' નામનો ગ્રંથ જુઓ.
ભગવાન મહાવીર શ્રાવસ્તી પધાર્યા. કેટલાક સમય સુધી ત્યાં રોકાયા પછીથી પાંચાલ તરફ પ્રસ્થાને કર્યું અને અહિચ્છત્રા પધાર્યા. અત્રે જનતાનાં મનમાં ધાર્મિક જ્યોતિ જાગૃત કરી તેઓ કુરુજનપદની તરફ વિહાર કરી હસ્તિનાપુર પધાર્યા અને નગર બહાર સહસ્ત્રાભવનમાં વિરાયા.
૫. ઉત્તરાધ્યન ૨૩, ૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org