________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
- કેશીકુમાર તિરાજ, મહાન જળના પ્રવાહમાં વહેતાં પ્રાણીઓ માટે શરણ અને પ્રતિકારૂપ દ્વિીપ આપ કોને કહે છે?
ગૌતમ-મહાપ્રાજ્ઞ, એક મહાદ્વીપ છે. અત્યંત વિસ્તુત છે. પાણીના પ્રબલ પ્રવાહની પણ ત્યાં ગતિ નથી.
કેશીકુમાર–આ મહાદ્વીપ તે કર્યો ?
ગૌતમ ઋષિવર ! જરા-મરણના વહેણમાં ડૂબતા પ્રાણીઓ માટે ધર્મ-દ્વીપ પ્રતિકારૂપ છે અને એમાં ગમન કરવું ઉત્તમ શરણરૂપ છે.
કેશીકુમાર–મહાપ્રવાહવાળા સમુદ્રમાં એક નૌકા વિપરીત રૂપમાં ચારે બાજુ ભાગી રહી છે. આપ એમાં આરૂઢ થઈ રહ્યા છે, તે પછી કહે તમે કઈ રીતે પાર જઈ શકશે?
ગૌતમ–છિદ્રરૂપ નૌકા પારગામી થતી નથી, પરંતુ અછિદ્ર નૌકા જ પાર પહોંચાડવામાં શક્તિમાન થાય છે.
કેશીકુમાર–તે નૌકા કઈ?
ગૌતમ –ઋષિવર ! શરીર એ નૌકા છે. આત્મા એને નાવિક છે. સંસાર સમુદ્ર છે. જેને મહર્ષિજન સહજપણે તરી જાય છે.
કેશીકુમારઘણાં બધાં પ્રાણીઓ ઘેર અંધકારમાં છે. એ જ પ્રાણીઓ માટે આ લોકમાં ઉદ્યોત કોણ કરે છે?
ગૌતમ–ઉદિત થયેલે સૂર્ય લેકમાં સર્વ પ્રાણીઓ માટે ઉદ્યોત
કેશીકુમાર—એ કયે સૂર્ય?
ગૌતમ–જેનો સંસાર નષ્ટ થઈ ગયું છે એવા સર્વ જિનભાસ્કરને ઉદય થઈ ચૂક્યો છે. તેઓ જ સારા થે વિશ્વમાં ઉદ્યોત
કેશીકુમાર–શારીરિક અને માનસિક દુઃખથી પીડિત પ્રાણીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org