________________
શ્રમણ કેશીકુમાર અને ગૌતમ
૬૬૭
તીર્થંકરના મુનિઓના ક૫ દુરનુપાલક થાય છે. પરંતુ મધ્યવર્તી તીર્થકરના મુનિઓના ક૫ સુવિધ્ય તથા સુપાલ્યરૂપ થાય છે.
કેશકુમાર-ગૌતમ, આપે મારી જિજ્ઞાસાનું સમાધાન કરી દીધું. હવે બીજા પ્રશ્નનો ઉત્તર આપે. વર્ધમાન સ્વામીએ અલક ધર્મને ઉપદેશ આપ્યો છે અને મહામુનિ પાર્વે સચેલક ધર્મનું પ્રતિપાદન કર્યું છે. એક જ કાર્યમાં પ્રવૃત્ત થનારમાં આ અન્તર કેમ? એમાં શે વિશેષ હેતુ છે? હે યશસ્વિન, આ પ્રમાણે વેશમાંઅંતર થઈ થવાને કારણે શું આપના અન્તર્માનસમાં કઈ વિપ્રત્યય ઉત્પન થતું નથી?
ગૌતમ–લેકમાં પ્રત્યયને માટે, વર્ષાદિ ઋતુઓમાં સંયમની રક્ષાને માટે, સંયમ યાત્રાના નિર્વાહ માટે, જ્ઞાનાદિ ગ્રહણ કરવા માટે અથવા “આ શ્રમણ છે” એવી એાળખ માટે વેશ( લિંગ)નું પ્રેજન છે. ભગવન! વસ્તુતઃ બન્ને તીર્થંકરોની એ તે પ્રતિજ્ઞા છે કે નિશ્ચયપણે મોક્ષના સદ્ભુત સાધન તે જ્ઞાન, દર્શન અને ચરિત્ર જ છે.
કેશકુમાર-મહાભાગ ! આપના અનેક સહસ્ત્ર શત્રુઓ વચ્ચે ઊભેલા છે, તે શત્રુએ આપને જીતવા માટે આપની અભિમુખ આવી રહ્યા છે, આપે એ શત્રુઓને કેવી રીતે જીત્યા?
ગૌતમ–જ્યારે મેં એક શત્રુને જીતી લીધે, તે પાંચ શત્રુ છતાઈ ગયા. પાંચ શત્રુઓ જીતી જવાથી દસ, અને એ રીતે મેં સહ શત્રુઓને જીતી લીધા. ४ अचेलकश्च उक्तन्यायेनाविद्यमानयेलकः कुत्सितचेलका वा यो धर्मा वर्धमानेन
देशित इत्यपेक्ष्यते तथा 'जो इभो त्ति पूर्ववद यश्चाय सान्तराणि-वर्धमान स्वामि-सत्कयति वस्त्रापेक्षया कस्यचित्क्दाचिन्मानवर्ण विशेषतो विशेषितानि उत्तराणि च महाधनमूल्यतया प्रधानानि प्रक्रमावस्त्रावणि यस्मिन्नसौ सान्तरोत्तरो धर्मः पाश्वेन देशित इतीहापेक्ष्यते ।।
– ઉત્તરાધ્યયન બૃહદુવૃત્તીય ૫, ૫૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org