________________
૬૫ર
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ચૈત્યમાંથી વિહાર કરી અનેક ક્ષેત્રો પાવન કરતા કરતા, મેઢિય ગામની બહાર સાલકઝક ચિત્યમાં પધાર્યા.
ભગવાનનું આગમન થયાનું જાણી શ્રદ્ધાળુજનો પ્રવચન માટે ઉપસ્થિત થયા. ઉપદેશ શ્રવણ કર્યા પછી સભા વિસર્જિત થઈ. - મંખલિપુત્ર ગોશાલકે શ્રાવસ્તીના ઉદ્યાનમાં ભગવાન મહાવીર પર જે તેજલેશ્યા પ્રક્ષિપ્ત કરી હતી. એનાથી અત્યાર સુધીના સમયમાં તાત્કાલિક ક્ષતિ થઈ નહીં તથાપિ એ પ્રચંડ જ્વાલાઓએ ભગવાન મહાવીરના શરીરમાં પિતાનો કેટલોક પ્રભાવ તે અંકિત કર્યો હતો જેનાથી એમને રક્તાતિસાર અને પિત્તજ્વર થઈ ગયે. આ વ્યાધિથી એમનું શરીર અતિશય શિથિલ અને કૃશ થઈ ગયું હતું. ભગવાનની આ પ્રકારની શારીરિક સ્થિતિને જોઈ નાગરિકે માં એ ચર્ચા ચાલી કે ભગવાનનું શરીર ક્ષીણ થઈ રહ્યું છે, ક્યાંક એ ગોશાલકની ભવિષ્યવાણું સત્ય સિદ્ધ ન થઈ જાય?
સિંહ અનગારનું કંદન સાલકઝક ચૈત્યની સમીપમાં માલુકાકચ્છમાં ધ્યાન કરતા એવા ભગવાનના શિષ્ય સિંહ અનગારે ઉક્ત લોકચર્ચા સાંભળી છઠછઠ તપ અને ઉનાળાના ભીષણ બળબળતા તાપમાં આતાપના લેનાર મહાતપસ્વી સિંહ અનગારનું ધ્યાન ભંગ થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા –“ભગવાનને લગભગ છ મહિના પૂરા થવા આવશે. પિત્ત
જ્વર અને રક્તાતિસારની વ્યાધિથી તે સંત્રસ્ત છે. તેઓ ખૂબ કૃશ થઈ ગયા છે. શું ગોશાલકનું કથન સત્ય નીવડશે. જે આ પ્રમાણે થશે તો અન્યતીથિકે કહેશે ભગવાન છદ્મસ્થ અવસ્થામાં જ કાલ કરી ગયા, એમ વિચારતાં વિચારતાં એમનું હૃદય હલી ઊઠયું. એમણે તપભૂમિથી પ્રસ્થાન કર્યું અને કચ્છના મધ્ય ભાગમાં આવતાં આવતાં તો એમની આંખોમાંથી અશ્રુધારાઓ છૂટી પડી, તે ઊભા ઊભા મેટેથી રડવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org