________________
જમાલિ અને ગેાશાલકને વિદ્રોહ
૬૫૧
ગેાશાલક પહેલાના આદેશ અનુસાર એની પૂજા કરી અને પછી નગરમાં ધામધૂમથી એની શવ-યાત્રા કાઢી, અંતે એની અંતિમ સ'સ્કાર ક્રિયા કરી.
સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર અનગારની સુગતિ
ગણધર ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યા—ભગવન્ ! સર્વાનુભૂતિ અનગાર, જેને ગેાશાલકે ભસ્મ કરી નાંખ્યા હતા, તે ત્યાંથી કાલ-ધર્મ પામીને કયાં ગયા ? મહાવીરે ઉત્તર આપ્ચા ગૌતમ, સર્વાનુભૂતિ અનગાર સહસ્રાર કલ્પમાં અઢાર સાગરોપમની સ્થિતિમાં દેવ-રૂપમાં ઉત્પન્ન થયા છે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ (સદ્ધ-બુદ્ધ અને મુક્ત થશે. એ પ્રમાણે સુનક્ષત્ર અનગાર પણ અચ્યુત કપમાં બાવીસ સાગરેાપમની સ્થિતિવાળા દેવ થયેા છે અને ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધબુદ્ધ અને મુક્ત થશે.
૩૬
ગોશાલક કયાં ગયા ?
ગૌતમે કરી જિજ્ઞાસા પ્રસ્તુત કરી-ભગવન્ ! આપનો કુશિષ્ય ગોશાલક મૃત્યુ પામીને કયા સ્થાને ઉત્પન્ન થશે ?
મહાવીરે કહ્યું—તે અશ્રુત કલ્પમાં બાવીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ મન્યેા છે. ત્યાંથી શ્રુત થઈ અનેક ભવામાં પરિ ભ્રમણ કર્યાં પછી એને સમ્યક્ત્વની ઉપલબ્ધિ થશે. દૃઢપ્રતિજ્ઞ મુનિના ભવમાં તે કેવળી બનશે અને બધાં દુઃખાનો અન્ત-નાશ કરશે.૩૬
ભગવાન મહાવીર અને અસ્વસ્થતા
ગોશાલકના દેહાન્ત પછી ભગવાન મહાવીર શ્રાવસ્તીના કેક
૩ ભગવતી શતક ૧૫
gpa
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org