________________
જ માલિ અને ગોશાલકને વિદ્રોહ
૬૫૩
આ બાજુ ભગવાનને એ વખતે પિતાના નિર્ચને બોલાવી કહ્યું—“આર્યો, મારો અંતેવાસી સિંહ અનગાર કે જે પ્રકૃતિથી ભદ્ર અને સરલ છે, તે મારી રુણતાની ચિંતાથી માલુકાકચ્છમાં જેરજોરથી રુદન કરી રહ્યો છે એટલે જલદીથી જઈ એને અહીં બેલાવી લાવે.”
ભગવાનને આદેશ પ્રાપ્ત થતાં જ નિગ્રંથ સિંહ અનગારને ભગવાન પાસે બેલાવી લાવ્યા. સિંહ અનગારે ભગવાનને નમસ્કાર કર્યા. સિંહ અનગારને સંબોધિત કરતાં ભગવાને કહ્યું-“સિંહ, ધ્યાના
તરિકામાં તારા માનસમાં મારા અનિષ્ટની કલપના આવી હતી, જેથી તું રડી પડ્યો?
સિંહ-ભગવદ્ ! આપ ઘણા સમયથી અસ્વસ્થ છે એટલે ગોશાલકની વાત યાદ કરીને મારા મનમાં ચિંતાને સાગર ઊભરાઈ આ .
મહાવીર–વત્સ ! તું જરા પણ ચિંતા ન કર. હું હજી સાડા પંદર વર્ષ સુધી આનંદપૂર્વક આ ભૂમંડલ પર વિચરણ કરીશ.
ઓષધગ્રહણ
સિંહ-ભગવન, અમારી પણ એ હાર્દિક કામના છે. આપનું શરીર દરરોજ ક્ષીણ થતું જાય છે. શું પ્રસ્તુત બીમારી મટાડવાનો કેઈ ઉપાય નથી.
મહાવીર–આર્ય ! તારી જે એવી ઈચ્છા છે તે મેંઢિપગંવમાં રેવતી ગાથાપતિને ત્યાં જા. એના ઘરે કુહડે અને બિજેરામાંથી બનેલી બે ઔષધિઓ છે. એમાંથી પ્રથમ ઔષધિ કે જે મારે માટે બનાવી છે, એની મને આવશ્યકતા નથી અને બીજી કે જે બીજા માટે બનાવી છે, તે મારા રોગનિવારણ માટે ઉપયુક્ત છે. તું જઈને તે લઈ આવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org