________________
१४८
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
હતી. હવે તે કુંભકારાપણમાં કાચી કેરી ચૂસતે, ઠંડા પાણીનું સીંચન કરી રહ્યો છે. પોતાના દેશને છૂપાવવા માટે એણે આઠ ચરમ બતાવ્યા છે જેમ કે ૧. ચરમ-પાન, ૨. ચરમ-ગાન, ૩. ચરમનાટય, ૪. ચરમ-અંજલિ કર્મ, પ. ચરમ પુષ્કલ સંવર્ત મેઘ, ૬. ચરમ-સેચનક ગંધહસ્તી, ૭. ચરમ-મહાશિલાર્ક ટક સંગ્રામ અને ૮. ચરમ-તીર્થંકર અવસર્પિણ કાલના અંતિમ તીર્થકરના રૂપમાં એનું સિદ્ધ થવું.
શીતલ પાણીથી શરીર સિંચિત કરવાના દોષને છુપાવવા માટે તે ચાર પાનક–પિય અને ચાર અપાનક-અપેય પાણી પ્રરૂપિત કરી રહ્યો છે. તે ચાર પાનક આ છેઃ ૧. ગાયના પૃષ્ઠથી પડેલું, ૨. હાથથી ઉલેચેલું, ૩. સૂર્ય તાપથી તપેલું, ૪. અને શિલાઓમાંથી વહીને પડેલું. ચાર અપાનક આ છે એ પીવા માટે ગ્રાહ્ય તે નથી, પરંતુ દાહ આદિના ઉપશમન માટે વ્યવહાર યોગ્ય છે જે કે–૧. સ્થાલપાણી–પાણીથી ભીંજાયેલા ઠંડા નાનાં મેટા વાસણ એને હાથથી સ્પર્શ કરી શકાય પરંતુ તે પાણી પીવાય નહીં, ૨. ત્વચા પાણી કેરી, ગોટલી, બેર આદિ કાચાં ફળ મેંમાં ચગળાવવાં, પરંતુ એનો રસ પીવે નહીં. ૩. ફળનું પાણ—અડદ, મગ, વટાણા આદિ કાચાં ફળે મેંમાં લઈ ચાવવાં પરંતુ એનો રસ ન પીવે. ૪. શુદ્ધ પાણી કઈ માણસ છ મહિના સુધી શુદ્ધ મેવા-મીઠાઈઓ ખાય, આ છ મહિનામાં બે મહિના ભૂમિશયન, બે મહિના પટ્ટશયન, બે મહિના સુધી દર્ભશયન કરે તે છઠ્ઠા માસની અંતિમ રાત્રિએ મહાદ્ધિસંપન્ન મણિભદ્ર અને પૂર્ણભદ્ર નામના બે દેવે પ્રગટ થાય છે. તેઓ પિતાના શીતલ અને આ હાથેથી જે વ્યક્તિને સ્પર્શ કરે છે, જે કોઈપણ વ્યક્તિ તે શીતલ સ્પર્શનું અનુમેદન કરે તો આથી વિષ પ્રગટ થાય છે અને અનુમોદન નથી કરતા તે એના શરીરમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થએલી જવાલાએથી એનું શરીર ભસ્મ થઈ જાય છે. એ પછી તે વ્યકિત સિદ્ધ, બુદ્ધ તેમ જ વિમુક્ત થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org