________________
જમાલિ અને ગોશાલકને વિદ્રોહ
६४७
કેટલીક ક્ષણોમાં જ શ્રાવસ્તીમાં એ વાત ફેલાઈ ગઈ. નગરના ત્રિભેટે, ચૌટે અને રાજમાર્ગો પર સર્વત્ર એક જ ચર્ચા થવા લાગી કે શ્રાવસ્તીની બહાર કાષ્ઠક ચિત્યમાં બે જિન પરસ્પર આક્ષેપ-પ્રક્ષેપ કરી રહ્યા છે. એક કહે છે કે તે પહેલાં કાળને પ્રાપ્ત કરીશ તે બીજે કહે છે કે તારું મૃત્યુ પહેલાં થશે. એમાં કેણ સાચું અને કણ જૂ હું? વિજ્ઞ અને લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેતા-શ્રમણ ભગવાન મહાવીર સત્યવાદી છે અને મખલિયુત્ર ગશાલક મિથ્યાવાદી છે.
ગેશાલકની અંતિમ અવસ્થા
મંખલીપુત્ર ગોશાલક પોતાના અભિલાષમાં અસફળ થઈને કાષ્ઠક ચૈત્યમાંથી બહાર નીકળે. એના શરીરમાં ભયંકર વેદના થઈ રહી હતી. જેથી તે વિક્ષિપ્ત જે બની, ચારે બાજુ જેતે, દીર્ઘ નિ:શ્વાસ નાંખતે, પિતાની દાઢીના વાળને ચૂંટતે, ગરદનને ખંજવાળતો, બંને હાથને ક્યારેક ફેલાવે અને ક્યારેક સંકેચ, જમીન પર પગ પછાડતો “હાય મરી ગયે ! હાય મરી ગયે !” એમ ચીસો પાડતે હાલાહલ કુંભારણના કુંભકારાષણમાં આવી પહેએ, ત્યાં એણે દાહની શાંતિ માટે કાચી કેરી ચૂસી. મદ્યપાન કરતાં કરતાં વારંવાર ગીત ગાતો, નાચતો, ફરી ફરી હાલાહલ કુંભારણને હાથ જોડ, માટીના વાસણમાં રાખેલા ઠંડા પાણીથી પિતાના શરીરને સીંચ્યા કરતે હતે.
શ્રમણ ભગવાન મહાવીરે પિતાના નિગ્રંથને બોલાવીને કહ્યું–આર્યો! મખલિપુત્ર ગશાલકે જે તે જેલેશ્યાને મારા વધને માટે પ્રહાર કર્યો હતો તે ૧. અંગ, ૨. બંગ, ૩. મગધ, ૪. મલય, ૫. માલવ, ૬. અચ્છ, ૭. વત્સ, ૮. કીસ, ૯. પાઠ, ૧૦. લાટ ૧૧. વા, ૧૨. મૌલિ, ૧૩. કાશી, ૧૪. કૌશલ, ૧૫. અબાધ, ૧૬. સંભુત્તર, આ સેળ મહાજન પદેને બાળી નાંખવા અને નાશ કરવા સમર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org