________________
૬૪૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન મલરામના શરીરમાં કર્યો. એકવીસ વર્ષ એમાં રહીને ચંપાનગરીની બહાર અંગ–મંદિર ચિત્યમાં મલ્લરામના શરીરને ત્યાગ કરી મંડિકના દેહમાં ત્રીજે શરીરન્તર પ્રવેશ કર્યો. ત્યાં વીસ વર્ષ સુધી રહ્યો પછી વારાણસીનગરીની બહાર કામ મહાવન ઐત્યમાં મેડિકના શરીરને ત્યાગ કરી રેહકના શરીરમાં ચતુર્થ શરીરાક્તર પ્રવેશ કર્યો. ત્યાં ઓગણીસ વર્ષ રહ્યો. પાંચમે શરીરન્દર પ્રવેશ આલાભકા નગરીની બહાર પ્રાતકાલ મૈત્યમાં રોહના દેહને પરિત્યાગ કરી ભારદ્વાજના શરીરમાં કર્યો. એમાં અઢાર વર્ષ રહ્યો. છઠ્ઠો શરીરાત્ર પ્રવેશ વૈશાલી નગરીની બહાર કુંડિયાયન ચૈત્યમાં ભારદ્વાજનું શરીર ત્યજી ગૌતમપુત્ર અર્જુનના શરીરમાં કર્યો. એમાં સત્તર વર્ષ રહ્યો. સાતમે શરીરન્દર પ્રવેશ આ શ્રાવસ્તી નગરીમાં હાલાહલ કુંભારણના કુંભકારાપણમાં ગૌતમ-પુત્ર અર્જુનનું શરીર ત્યાગીને મંખલિપુત્ર ગશાલકના શરીરને સમર્થ, સ્થિર, ધ્રુવ, ધારણ યંગ્ય શીતાદિ પરીષહેને સહન કરવાને યોગ્ય તથા સ્થિર સહન કરવાને ગ્ય સમજી એમાં પ્રવેશ કર્યો. એટલે કશ્યપ ! મખલિપુત્ર ગોશાલકને આપનો શિષ્ય કહેવે આ દષ્ટિએ ઠીક છે ?”
ગોશાલકને આ પ્રલાપ સાંભળી મહાવીરે કહ્યું—“જેવી રીતે કઈ ચોર ગ્રામવાસીઓથી પરાભૂત થઈને ભાગી જતો હોય તે કઈ ખાડે, ગુફા, દુર્ગ, ખાઈ કે વિષમ સ્થાન ન મળવાથી ઊન, શણ, કપાસ કે ઘાસના અગ્રભાગથી પિતાની જાતને છુપાવવાનો પ્રયાસ કરે છે પણ તે તેનાથી છુપાઈ શકો નથી તે પણ તે પિતાને છુપાયેલો માને છે, એ પ્રમાણે તે પણ પિતાને પ્રચ્છન્ન કરવાને પ્રયત્ન કરે છે. અને અન્ય ન હોવા છતાં પણ પિતાને અન્ય બતાવી રહ્યો છે. આ પ્રમાણે કરવું તારે માટે યોગ્ય નથી.”
ભગવાનની વાતને સાંભળી ગોશાલક અત્યંત ગુસ્સે થયે. અનુચિત શબ્દ વડે પ્રલાપ કરવા લાગ્યા. તે ઊંચા સ્વરમાં ચીસ પાડતે તિરસ્કારપૂર્ણ શબ્દમાં બે – “કાશ્યપ ! તે આજે જ નષ્ટ, વિનષ્ટ અને ભ્રષ્ટ થઈશ. તારું જીવન રહેશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org