SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિ અને ગોશાલકને વિદ્રોહ ૬૪૩ આવી પહોંચે. ભગવાન મહાવીરથી ડેક દૂર ઊભા રહીને એણે કહ્યું – “આયુષ્પન કશ્યપ ! મખલિપુત્ર ગોશાલક આપનો ધર્મ સંબંધી શિષ્ય હતો, એમ જે આપ કહે છે તે ઠીક છે, પણ આપને ખબર નથી કે તમારો શિષ્ય મરીને દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈ ગયે છે. હું મખલિપુત્ર ગોશાલકથી જુદે કેડિયાયન ગેત્રીય ઉદાયી છું. ગોશાલકનું શરીર મેં એટલા માટે ધારણ કર્યું છે કે તે પરીષહ સહન કરવામાં સક્ષમ છે. આ મારો સાતમે શરીરન્દર પ્રવેશ છે. અમારા સિદ્ધાંત અનુસાર આજ દિન સુધીમાં જે કઈ મેસે ગયા છે, જાય છે અને જશે તેઓ બધા ચોરાસી લક્ષ મહાકલ્પ૩પ ઉપરાંત સાત દેવ ભવ, સાત સંપૂથ નિકાય, સાત સનિગર્ભ અને સાત પ્રવૃત્ત પરિહાર કરી, પાંચ લાખ આઠ હજાર છસે ત્રણ કર્મ ભેદને અનુક્રમે ક્ષય કરી ક્ષે ગયા છે અને સિદ્ધ-બુદ્ધ-મુક્ત થયા છે. આ પ્રમાણે કરતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરીશું. કુમારાવસ્થામાં જ મારા મનમાં પ્રવજ્યા અને બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરી મેં નિમ્ન પ્રકારમાં સાત પ્રવૃત્ત પરિહાર કર્યા. અયક, મલરામ, મંડિક, રોહ, ભારદ્વાજ, અર્જુન ગૌતમપુત્ર, ગશાલક મંલિપુત્ર. મેં પ્રથમ શરીરાક્તર પ્રવેશ રાજગૃહની બહાર મંડિકુક્ષિ ચિત્યમાં ઉદ્દાયન કૌડિયાયન ત્રીયના શરીરનો ત્યાગ કરી ઐણેયકના શરીરમાં કર્યો, બાવીસ વર્ષ ત્યાં રહ્યો. બીજે શરીરન્દર પ્રવેશ ઉદંડપુરની બહાર ચન્દ્રાવતરણ ચૈત્યમાં એણેયકના શરીરને ત્યાગ કરી ૩૫ મહાકપનું કાલમાન સમજાવવા માટે જૈન દષ્ટિથી પલ્ય અને સાગરની માફક જ આવક મતમાં સર અને મહાકલ્પનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. એક લાખ સિત્તેર હજાર છસો ઓગણપચાસ (૧,૭૮ ૬૪૯) ગંગાનું એક સર માનીને સો-સે વર્ષમાં એક એક વાલુકા-રેતીકણ કાઢતાં જેટલા સમયમાં સંપૂર્ણ ખાલી થઈ જાય, તે એક સર છે. એવા ત્રણ લાખ સર ખાલી થઈ જાય ત્યારે એક મહાક૯૫ થાય છે -ભગવતી ૧૫,૧,૫૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy