________________
જમાલિ અને ગેાશાલકના વિદ્રોહ
૬૪૫
તેનેલેશ્યાના પ્રયાગ
ગોશાલકની તિરસ્કારપૂર્ણ વાત સાંભળીને પણ ભગવાન વીતરાગી હતા એટલે એમને સહેજ પણ રાષ થવાના સ`ભવ ન હતા. અન્ય મુનિ પણુ ભગવાનના આદેશને શિરોધાય કરી ચૂપ રહ્યા. ભગવાનના શિષ્ય સર્વાનુભૂતિ અનગાર, જે પૂર્વે દેશીય હતા, તેએ સ્વભાવે ભદ્ર, પ્રકૃતિએ વિનીત અને સરલ હતા. પોતાના ધર્માચાર્ય પ્રતિ અત્યંત અનુરાગી હાવાથી ગોશાલકની ધમકીની ચિંતા કર્યા વગર તે પેાતાના સ્થાનેથી ઊઠચા અને એની પાસે જઈ ને કહેવા લાગ્યા—ગોશાલક ! કેાઈ શ્રમણુ બ્રાહ્મણ પાસેથી જો કેાઈ એક પણ આર્ય વચન સાંભળી લે છે, તા પણ તે એને વંદન-નમસ્કાર કરે છે. મંગલ અને કલ્યાણુરૂપ સમજીને પર્યુપાસના કરે છે. આપનું તેા કહેવું જ શું? ભગવાને આપને શિક્ષા અને દીક્ષા આપી છે, તેા પણ આપ આપના ધર્માચાર્ય - ની સાથે આ પ્રમાણે વાત કરી રહ્યા છે, તે આપને માટે ચેાગ્ય નથી.” આ સાંભળીને ગોશાલકના ચહેરા લાલચાળ થઈ ગયા. એણે સર્વાનુભૂતિ અનગારને તેજોલેશ્યાના એક પ્રહારથી જ ખાળીને ભસ્મ કરી દીધા અને ફરીથી એ પ્રમાણે અપલાપ કરવા લાગ્યા.
અચેાધ્યાનિવાસી સુનક્ષત્ર અનગારથી પણ રહેવાયું નહીં. તેઓ પણ સર્વાનુભૂતિની જેમ ઊઠયા અને ગોશાલકને સમજાવવાના પ્રયત્ન કરવા લાગ્યા રુષ્ટ થઈ ને ગોશાલકે સુનક્ષત્રમુનિ પર પણ એવી જ રીતે તેજોલેશ્યાને પ્રહાર કર્યાં. આ વખતે લેશ્યાનું તેજ મંદ થઈ ગયું હતું. વેદનાની ભયંકરતા જોઈ સુનક્ષત્રમુનિ એ સમયે ભગવાનની પાસે આવ્યા. વંદન કરી આલેચના કરી અને ફરીથી મહાવ્રતનું આરોપણ કર્યું. પછી શ્રમણ-શ્રમણીએ પાસે ક્ષમાયાચના કરી સમાધિપૂર્વક શરીરાત્સગ કર્યાં.
ભગવાને પણ ગૌશાલકને સમજાવવાને પ્રયાસ કર્યાં. ગેાશાલકનું ક્રોધિત થવું સ્વાભાવિક હતું તે સાત-આઠ ડગલાં પાછો હટો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org