________________
સ
ને
જેઈને ખૂબ
અને વંદના કરીજગલ નિર્ચ
આર્ય ઔદક
૬૨૩ સાથે તેઓ ભગવાન મહાવીરની પાસે આવ્યા. ભગવાનનું દિવ્ય અને ભવ્ય રૂપને જોઈને ખૂબ આહુલાદિત થઈ ગયા. એણે શ્રદ્ધાસિનગ્ધ હૃદયથી ત્રણ પ્રદક્ષિણા કરી, અને વંદના કરી. મહાવીરે સ્કન્દકને સંબોધિત કરતાં કહ્યું–માગધ શ્રાવસ્તીમાં રહેનાર પિંગલ નિર્ગથે તને લોક, જીવ, મેક્ષ, સિદ્ધિ આદિ સાન્ત છે કે અનંત વગેરે પ્રશ્ન પૂછ્યા હતા ને ?
ઔદક–હા, પૂછડ્યા હતા ભગવાન.
મહાવીર-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી એમ લોક ચાર પ્રકારના છે. દ્રવ્યની અપેક્ષાએ તે એક છે. અને સાન્ત છે. ક્ષેત્રની અપેક્ષાથી તે અસંખ્ય કટાકોટિ જન આયામ વિષ્ક(લંબાઈ પહેલાઈ)વાળા છે. એની પરિધિ અસંખ્ય કેટકેટિ જન છે. એને અંત છે. કાલની અપેક્ષાએ તે કઈ દિવસ નથી થતું એવું નથી. કેઈ દિવસ ન હતો, એમ પણ નથી. કેઈ દિવસ નહીં રહે એવું પણ નથી. તે ત્રણે કાળમાં રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. એને અંત નથી. ભાવની અપેક્ષાએ તે અનંત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યવરૂપ છે. અનંત સંસ્થાન પર્યવ, અનંત ગુરુલઘુ પર્યવ અને અન્ન અગુરુલઘુ પર્યવ રૂપ છે.
સ્કન્દક ! દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ આ લેક સાન્ત છે તથા ભાવની અપેક્ષાથી અનંત છે. એટલે લોક સાન્ત પણ છે, અને અનંત પણ છે.
જીવ અંગે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાથી ચિન્તન કરવામાં આવે. દ્રવ્યની અપેક્ષાથી જીવ એક અને સાન્ત છે. ક્ષેત્રની અપેક્ષાથી તે અસંખ્યાત પ્રદેશ છે. અને સાન્ત છે. કાલની અપેક્ષાએ તે અતીતમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. એટલે નિત્ય છે, એને કઈ દિવસ અંત નથી. ભાવની અપેક્ષા એ તે અનંત જ્ઞાન પર્યવ રૂપ છે. અને અનંત ગુરુ લઘુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org