________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
પર્યવ રૂપ છે; એને અન્ત નથી. આ પ્રમાણે સ્કન્દક ! દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ જીવ અન્ત–વુકત છે અને કાલ અને ભાવની અપેક્ષાથી અન્ત–રહિત છે.
મોક્ષ સાન્ત છે કે અનંત? દ્રવ્યની અપેક્ષાથી મોક્ષ એક છે, સાન્ત છે. ક્ષેત્રની અપેક્ષાથી ૪૫ લાખ જન-લંબાઈ-પહોળાઈ છે અને એને પરિધિ એક કડ, બેંતાલીસ લાખ, તીસ હજાર બસો ઓગણપચાસ એજનથી કંઈક વધુ છે. એને અંત છે. કાલની અપેક્ષાથી એમ નહીં કહી શકાય કે ક્યા દિવસે મેક્ષ હતું નહીં, નથી કે નહીં રહેશે. ભાવની અપેક્ષાથી પણ એ અન્તરહિત છે, સારાંશ એ છે કે દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ મોક્ષ અન્તયુકત છે અને કાલની અને ભાવની અપેક્ષાથી અન્ત-રહિત છે.
સ્કન્દક! તને એ પણ વિચાર થયે હતું કે સિદ્ધ અંત યુકત છે કે અંતરહિત છે. આ અંગે પણ તારે દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવની દષ્ટિથી વિચારવું જોઈએ. દ્રવ્યની અપેક્ષાથી સિદ્ધ અસંખ્ય પ્રદેશ ઊંડે ઊતર્યો હોય તે પણ અન્તયુકત છે. કાલની અપેક્ષાએ સિદ્ધનો આદિ તે છે પરંતુ અન્ત નથી. ભાવની અપેક્ષાથી સિદ્ધ જ્ઞાન-દર્શન-પર્યવરૂપ છે અને એને અંત નથી.
મરણના અંગે પણ તારા મનમાં વિકલ્પ છે જ્યા મરણથી સંસાર વધે છે અને કયા પ્રકારે ઘટે છે. મરણ બે પ્રકારના છે? ૧. બાલ-મરણ ૨. પંડિતમરણ.
સ્કન્દક–ભગવાન ! બાલરણ કેવી રીતે થાય છે? મહાવીર–સ્કન્દક ! બાલમરણ બાર પ્રકારે થાય છે. ૧. ભૂખથી તરફડીને મરવું. ૨. ઇનિદ્રયાદિકની પરાધીનતાપૂર્વક મરવું. ૩. શરીરમાં શસ્ત્રાદિકના પ્રવેશથી કે સન્માર્ગથી ભ્રષ્ટ થઈને મરવું. ૪. જે ગતિમાં મરણ પામે એનું આયુષ્ય બાંધવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org