________________
१२२
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
મહાવીરે સમાધાન કર્ય-શ્રાવસ્તીમાં પિંગલ નિર્ગથે એને કેટલાક પ્રશ્ન પૂછ્યા પણ તે એને ઉત્તર આપી ન શક્યો. એટલે પોતાનાં તાપસીય ઉપકરણે ધારણ કરી અહીં આવવા માટે પ્રસ્થાન કરી ચૂક્યો છે. એણે ઘણો ખરો માર્ગ પસાર કરી દીધું છે. તે માર્ગની મધ્યમાં છે. તે જલદીથી અહીં પહોંચી જશે. અને તું આજે જ એને મળશે.
ગૌતમ–શું એનામાં આપના શિષ્ય બનવાની ગ્યતા છે?
મહાવીર–હા, એનામાં ગ્યતા છે. અને ચોક્કસ એ મારે શિષ્ય થશે જ.
મહાવીર અને ગૌતમને વાર્તાલાપ ચાલતો હતો, એ જ સમયે દૂરથી અંદક પરિવ્રાજક આવતે દેખાશે. ગૌતમ પિતાના સ્થાનેથી ઊઠીને એની સામે ગયા. નેહ છલકતી આંખે વડે હર્ષ વ્યક્ત કરતા તે સભ્ય, શિષ્ટ તેમ જ મધુર વાણીથી બોલ્યા- હે કુંદક ! તમારું સ્વાગત છે, સુસ્વાગત છે, અન્વાગત છે." માગધ, એ સત્ય છે ને કે પિંગલ નિર્ગથે તમને પ્રશ્ન પૂછયા, આપ એના ઉત્તર ન આપી શક્યા અને તમે આ પ્રશ્નોના સમાધાન માટે અહીં આવ્યા છે?
ગૌતમ દ્વારા પિતાના મનની ગુપ્ત વાતનું ઉદ્ઘાટન સાંભળી સ્કંદ પરિવ્રાજક ખૂબ વિસ્મિત થયા. એણે કહ્યું–ગૌતમ! તે કોણ જ્ઞાની અને તપસ્વી છે કે જેણે મારા મનની વાત બતાવી દીધી?
ગૌતમે કહ્યું–કન્ટક, મારા ધર્મગુરુ, ધર્મોપદેશક, શ્રમણ ભગવાન મહાવીર અનુત્તર જ્ઞાન અને દર્શનના ધારક છે. તેઓ અરિહન્ત છે, સર્વજ્ઞ–સર્વદશી છે. એમનાથી તમારા માનસિક અભિપ્રાય કિંચિત માત્ર પણ અજ્ઞાત રહી શકે નહીં.
સ્કન્દકે કહ્યું–ચાલે, પહેલાં એમને નમસ્કાર કરીએ. ગૌતમની ૫. હે વંચા, સાયં, વંદ્વયા મુસાચું |
પશુપાયં અંતયા ! સાયં મધુરાયે વંયા | -ભગવતી ૨, ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org