________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
ભગવાન-બને શાશ્વત ભાવ છે, એમાં પૂર્વ અને પછી ક્રમ નથી.
આ પ્રમાણે રેહે પૂર્વ-પૂર્વ પદત્યાગ કરી ઉત્તર--ઉત્તર પદ સાથે પ્રથમ અને પછી ક્રમ પૂછો, ભગવાને એના ઉત્તર આપ્યા.
ભગવાનના ઉત્તર સાંભળી રેહ અને અનગાર ખૂબ સંતુષ્ટ થયા.
ગૌતમના અને
ગણધર ગૌતમ ભગવાન મહાવીરની સામે ઉપસ્થિત થયા, એમણે લેકસ્થિતિ અંગે પૂછયું-ભગવાન ! લેકસ્થિતિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે?
મહાવીર-લેકની સ્થિતિ આઠ પ્રકારની કહેવામાં આવી છે? ૧. વાયુ આકાશના આધાર પર છે. ૨. પાણી વાયુના આધાર પર છે. ૩. પૃથ્વી જલના આધાર પર છે. ૪. ત્રસ અને સ્થાવર જીવ પૃથ્વીના આધાર પર છે. ૫. અજીવ જીવના આધાર પર છે. ૬. જીવ કર્મના આધાર પર છે. ૭. જીવ અજીવ–સંગ્રહ.ત છે. ૮. જીવ કમસંગ્રહીત છે,
ગૌતમ–ભગવાન, કયા કારણે લેકની સ્થિતિ આઠ પ્રકારની કહેવામાં આવી છે. આકાશ પર હવા અને હવા પર પૃથ્વી આદિ કેવી રીતે પ્રતિષ્ઠિત થઈ શકે છે?
મહાવીર- જેવી રીતે કેઈ વ્યક્તિ મશકને હવાથી પૂર્ણ ભરીને એનું મોઢું બંધ કરી દે, પછી એને વચમાંથી મજબૂત બાંધીને મુખ પરની ગાંઠ ખોલીને હવા કાઢી નાખે અને એમાં પાણી ભરી દે અને
૫. ભગવતી ૧, ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org