________________
સદાલપુત્રનું વ્રતગ્રહણ
૬૦૫ ગોશાલક–ભગવાન મહાવીર જ્ઞાન-દર્શનના ધારક છે. જગતપૂજિત છે, અને સાચા કર્મયોગી છે. એટલે ભગવાન મહાવીર મહામાહણ છે. શું અન્ને મહાપ આવ્યા હતા? - સદાલપુત્ર–હે દેવાનુપ્રિય! મહાપ કેણ છે ? ગોશાલક—શ્રમણ ભગવાન મહાવીર મહાપ છે.
સટ્ટાલપુત્ર–શ્રમણ ભગવાન મહાવીરને આપ મહાપ શા માટે કહે છે ?
શાલક–આ સંસારરૂપી ભયંકર અટવીમાં ભટકતા ટકરાતા, નષ્ટ થતા સંસારી પ્રાણુઓનું તેઓ ધર્મદંડથી ગોપન કરે છે, એક્ષરૂપી વાડામાં સકુશલ પહોંચાડે છે, એ કારણે ભગવાન મહાવીર એ મહાપ છે. સદ્દાલપુત્ર, શું અત્રે મહાસાર્થવાહ અહીં આવ્યા હતા?
સદાલપુત્ર–મહાસાર્થવાહ કોણ છે? ગોશાલક–સદ્દાલપુત્ર, શ્રમણ ભગવાન મહાસાર્થવાહ છે. સદ્દાલપુત્ર–આપ એમ કેમ કહે છે ?
ગશાલક–સંસારરૂપી ઘટાદાર અટવીમાં નાશને પ્રાપ્ત થતા ઘણા જીવને તેઓ ધર્મમાં સ્થિર કરે છે અને નિર્વાણરૂપી મહાનગરમાં પહોંચાડે છે, એટલે તે મહાસાર્થવાહ છે ! શું અહીં મહાધર્મથી આવ્યા હતા ?
સદ્દાલપુત્ર–મહાધર્મકથી કોણ છે? ગોશાલક–શ્રમણ ભગવાન મહાધર્મકથી છે!
સદ્દાલપુત્ર–આપ કયા કારણે ભગવાન મહાવીરને મહાધર્મકથી કહે છે?
ગોશાલક–આ વિરાટ વિશ્વમાં વિનષ્ટ થતા ઉન્માર્ગને પ્રાપ્ત થતા, સન્માર્ગથી વિમુખ થતી વ્યક્તિઓને તેઓ ધર્મતત્વનું રહસ્ય બતાવીને સન્માર્ગે ચલાવે છે. એટલે મહાવીર મહાધર્મકથી છે. શું અત્રે મહાનિર્ધામક આવ્યા હતા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org