________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
સદ્દાલપુત્ર–મહાનિર્ણાયક કેણ છે? ગોશાલક–શ્રમણ ભગવાન મહાવીર મહાનિર્યાયક છે? સદ્દાલપુત્ર–એવું તમે કયા કારણે કહે છે ?
ગોશાલક–આ સંસારરૂપી અપાર સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને ધર્મસ્વરૂપ નાવમાં બેસાડી, પોતાના હાથ વડે પાર લઈ જાય છે, એટલે શ્રમણ ભગવાન મહાવીર મહાનિર્ધામક છે.
સદાલપુત્ર–દેવાનુપ્રિય, તમે જે આવા ચતુર, નયવાદી ઉપદેશક અને આવા વિજ્ઞાનના જ્ઞાતા છે તે શું મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરની સાથે વિવાદ કરી શકે છે ?
ગોશાલક–હું એ પ્રમાણે કરવાને સમર્થ નથી. સદ્દાલપુત્ર–આપ કેમ સમર્થ નથી?
ગશાલક–જેમ કેઈ યુવાન મલ્લ પુરુષ, બકરાં, ઘેટાં, સૂવર આદિ પશુઓને કે મરઘાં, બતકાં આદિ પક્ષીઓને પગ, પૂંછડાં કે પાંખ ગમે ત્યાંથી પકડે છે. મજબૂત રીતે પકડે છે તેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર પણ હેતુ, યુક્તિ, પ્રશ્ન અને ઉત્તરમાં મને જ્યાં
જ્યાં પકડે છે ત્યાં ત્યાં નિરુત્તર કરીને છેડે છે, એટલે હું તારા ધર્માચાર્યથી સાથે વાદ-વિવાદ કરવાને માટે સમર્થ નથી.
સદાલપુત્ર–દેવાનુપ્રિય! તમે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવાન મહાવીરના સગુણેની વાસ્તવિક પ્રશંસા કરે છે, એટલા માટે હું તમને પીઠ-ફલક આદિ માટે નિમંત્રણ આપું છું. આપ મારી ભાંડશાલામાં આવે અને ઉપકરણે ગ્રહણ કરે.
એ સાંભળી ગોશાલક સાલપુત્રની ભાંડશાલામાં આવીને થે અને એણે ત્યાં રહીને સદારપુત્રને ખૂબ સમજાવ્યું. એને વિચલિત કરવાને ખૂબ પ્રયત્ન કર્યો. પણ તે સફલ થઈ શક્યો નહીં. પોતાના ધર્મસંઘમાંથી સદાલપુત્ર નીકળી જવાને કારણે એને ખૂબ જ કષ્ટ થયું પછીથી તે અન્યત્ર ચાલ્યો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org