________________
१०४
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
એણે ભગવાનને નમસ્કાર કરી કહ્યું હું નિગ્રંથ-પ્રવચન સાંભળવા ઈચ્છું છું.
ભગવાને સદાલપુત્રને તત્વને ઉપદેશ આપે. એને જિનધર્મ પર શ્રદ્ધા થઈ અને શ્રાવકનાં બાર વત ગ્રહણ કર્યા. આ પ્રમાણે તે એકાન્ત નિયતિવાદને પરિત્યાગ કરી પુરુષાર્થપ્રધાન જૈન સાધનાપથ પર અગ્રેસર થ.
ઘેર આવી સદાલપુત્રે ભગવાન મહાવીર પાસે ગ્રહણ કરેલાં ઘતેની જાણકારી અગ્નિમિત્રાને આપી. અને એને ભગવાનનું પ્રવચન સાંભળવા જવા જણાવ્યું. અગ્નિમિત્રા પિતાને રથ સજાવી ભગવાન પાસે ગઈ અને એમનો દિવ્ય ઉપદેશ સાંભળી એના હૃદયમાં યથાર્થ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે બાર વતાત્મક ગૃહસ્થ–ધર્મને સ્વીકાર કરી પિતાના સ્થાને પાછી આવી.
સદ્દાલપુત્રના ધર્મપરિવર્તનની વાત આજીવકપથના નેતા મંખલીપુત્ર ગોશાલકને જ્ઞાત થઈ ત્યારે તેને ખૂબ દુઃખ થયું. તે પોલાસપુરમાં આવ્યું અને આજીવિક સભામાં જો અને સાલપુત્રને ત્યાં ગ. સદાલપુત્ર શાલકને પિતાની પાસે આવતો જોઈને કોઈ પણ પ્રકારનું સત્કાર-સન્માન કર્યું નહીં. જોનાથી ગોશાલકની બધી આશા પર પાણી ફરી વળ્યું, એણે વિચાર્યું જે હું પ્રતિકૂલ વ્યવહાર કરીશ તે સદાલપુત્ર મને અનુકૂલ નહીં થઈ શકે, એટલે એણે પૂછ્યું–દેવાનુપ્રિય ! અહીં મહામાહણ આવ્યા હતા ને ?
સદ્દાલપુત્ર—દેવાનુપ્રિય, મહામહણ કોણ? ગોશાલક—શ્રમણ ભગવાન મહાવીર મહામાહણ છે.
સદાલપુત્ર–ભગવાન મહાવીર મહામાહણ કેવી રીતે છે? કયા કારણે આપ શ્રમણ ભગવાન મહાવીરને મહા માહણ (મહા બ્રાહ્મણ) કહે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org