________________
સદ્દાલપુત્રનું વ્રતગ્રહણ ભીંજાવવામાં આવી, પછી રાખ, છાણ આદિ મેળવવામાં આવ્યાં. એને પલવામાં આવી અને એના પિંડ બનાવી એને ચાકડા પર ચડાવી એમાંથી હાંડે, માટલી વગેરે વિવિધ પ્રકારનાં વાસણો બનાવવામાં આવ્યાં છે.
મહાવીર–આ વાસણ પુરુષાર્થ અને પરાક્રમથી બન્યાં છે કે એના વિના જ નિર્મિત થયાં છે?
સદ્દાલપુત્ર આ પ્રશ્ન સાંભળી એનો જવાબ આપતાં અચકાઈ ગ. પુરુષાર્થનો સ્વીકાર કરી લેવાથી એને પોતાના નિયતિવાદ ખંડિત થતું લાગે. કેટલીક પળે અટકીને એણે કહ્યું – આ વાસણે નિયતિ બળથી બન્યાં. એમ જ બને છે. એમાં પુરુષાર્થ કંઈ પણ પરિવર્તન કરી શકતા નથી.
મહાવીર–સદ્દાલપુત્ર, તારા આ ઘડાને કઈ ચોરી જાય, એને ફેડી નાંખી, એનો નાશ કરે કે તારી પત્ની અગ્નિમિત્રાની સાથે કઈ અનાર્ય પુરુષ અનુચિત વ્યવહાર કરે તે શું તું એને શિક્ષા કરીશ?
સદાલપુત્ર-હાં. હું તે પુરુષ પર ક્રોધ કરીશ. એને હણીશ, બાંધીશ, ધમકાવીશ, મારપીટ કરીશ અને મારી નાંખીશ.
મહાવીર તારા મત પ્રમાણે કોઈ પણ પુરુષ ન તે તારાં વાસણે તોડી શકે છે કે ન તે ચોરી જઈ શકે છે કે ન તે તારી સ્ત્રીની સાથે અનુચિત વ્યવહાર કરી શકે છે કે ન તે તું એને કઈ પણ પ્રકારની શિક્ષા કરી શકે છે. સર્વ ભાવ નિયત છે કે ઈ કંઈ પણ કરી શકતો નથી. જે તારાં વાસણ કેઈ તેડી શકે છે, ચિરી શકે છે કે તારી પત્નીની સાથે અનુચિત વ્યવહાર કરી શકે છે અને તું એને શિક્ષા કરી શકે છે, તો પછી પુરુષાર્થ નહીં, પરાક્રમ નહીં, સર્વભાવ નિયત છે. એ પ્રસ્તુત કથન અસત્ય સાબિત થશે.”
સદ્દાલપુત્રનું હૃદય વિચાર–મગ્ન થઈ ગયું. ભગવાનના યથાર્થ તર્ક સમક્ષ એની નિયતિવાદી આસ્થા હલી ઊઠી, તે પ્રતિબુદ્ધ થ. એને માલૂમ પડયું કે નિયતિવાદનો સિદ્ધાંત કેટલે અવ્યાવહારિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org