________________
૬૦
સદ્દાલપુત્રનું વ્રતગ્રહણ
કંડોલિક-દેવરાજ ! આપનું કથન યુક્તિસંગત નથી કેમકે આપને આ દિવ્ય દેવઋદ્ધિ, ધુતિ આદિની પ્રાપ્તિ થઈ છે, તે પુરુષાર્થ યા પરાક્રમથી મળી છે કે પુરુષાર્થના અભાવમાં?
દેવ-આ બધી વસ્તુઓ પુરુષાર્થના અભાવમાં મળી છે.
કુંડલિક–આપે બધી વસ્તુઓ પુરુષાર્થના અભાવમાં મળેલી માની છે, તે જેનામાં ઉત્થાન, પરાક્રમને અભાવ છે, તેઓ દેવ કેમ ન બન્યા? તમારા શાલકને ધર્મપ્રજ્ઞપ્તિ અંગે જે તર્ક છે, તે વજનદાર નથી.
દેવ નિરુત્તર થઈ ગયે, તે જ્યાંથી આવ્યું હતું ત્યાં ચાલ્યા ગયો. કુંડકેલિક ભગવાનને વંદન કરવા ગયે. સર્વજ્ઞ સર્વદશ ભગવાને સમગ્ર વાત સમજાવી.
ભગવાને કહ્યું- હે આર્યો! જે ગૃહસ્થાશ્રમમાં રહી અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ, વ્યાકરણ અને ઉત્તર અંગે અન્યતીથિકને નિરુત્તર કરે છે, તો તે આર્યો! દ્વાદ્ધશાંગ ગણિપિટકના અધ્યયનકર્તા શ્રમણ નિગ્રંથ અન્યતીર્થિકને નિરુત્તર કરવાને શક્તિમાન છે જ.
અન્તમાં કુંડલિક અગિયાર પ્રતિમાઓનું પાલન કરી, આયુષ પૂર્ણ થવાથી સુધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયે.
સદ્દાલપુત્રનું વ્રતગ્રહણ કપિલપુરથી વિહાર કરી ભગવાન પિલાસપુર પધાર્યા. પિલાસપુરમાં આજીવિકપાસક સદ્દાલપુત્ર નામને કુંભાર રહેતો હતો. નગરની બહાર એના પાંચ દુકાને હતી જેમાં વિવિધ પ્રકારની સુંદર આકૃતિઓવાળાં માટીનાં વાસણ બનતાં હતાં અને વેચાતાં હતી. એની પાસે ત્રણ કરેડની સ્વરાશિ હતી અને દસ હજાર ગાયનું એક જ હતું. એની પત્નીનું નામ અગ્નિમિત્ર હતું. તે પણ આજીવિકે પાસિકા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org