________________
સિંધુ-સૌવીરનો ઐતિહાસિક પ્રવાસ
૫૬૩
રાજર્ષિએ દીક્ષા પછી દુષ્કર તપનું અનુષ્ઠાન શરૂ કર્યું. ઉપવાસથી શરૂ કરી, માસાવધિ તપ તથા અરસ-નીરસ આહાર અને લાંબી લાંબી તપસ્યાઓથી તે અત્યંત કૃશ થઈ ગયા.૧૫ શારીરિક શક્તિ ક્ષીણ થવાથી તેઓ બીમાર રહેવા લાગ્યા. જ્યારે રેગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે ધ્યાન, સ્વાધ્યાય આદિમાં વિદનો ઊભાં થવા લાગ્યાં. વૈધે પરામર્શ કર્યો કે દહીંનું સેવન અધિક રૂપમાં કરવું જોઈએ. ગોકુળમાં તે સહજ રીતે ઉપલબ્ધ થઈ શકે એમ હતું એટલે રાજર્ષિ એ એ તરફ વિહાર કર્યો.
કોઈ વખતે રાજર્ષિ ઉદાયન વિહાર કરતા વીતભય પધાર્યા. રાજા કેશીને મંત્રીઓએ કહ્યું કે રાજર્ષિ ફરીથી પિતાનું રાજ્ય છીનવી લેવા આવ્યા છે. એટલે આપે સાવધાની રાખવી જોઈએ. રાજા કેશીએ નગરમાં કોઈપણ રહેવા માટેનું સ્થાન રાજર્ષિને ન આપે એવી ઉઘોષણા કરી દીધી, આથી રાજર્ષિને નગરમાં કઈપણ સ્થાન પ્રાપ્ત થયું નહીં. અને એમણે એક કુંભારને ત્યાં વિશ્રામ કર્યો. રાજા કેશીએ રાજર્ષિને મારવા માટે અનેકવાર એમને ભેજનમાં ઝેર આપ્યું પણ મહારાણી પ્રભાવતી જે દેવી બની હતી. એણે એમને બચાવી લીધા. એકવાર દેવીની અનુપસ્થિતિમાં વિષમિશ્રિત આહાર રાજષિને પાત્રમાં આવી ગયે. રાજર્ષિ અનાસક્ત ભાવથી એ ખાઈ ગયા. શરીરમાં વિષ ફેલાઈ ગયું. રાજર્ષિએ અનશન શરૂ કર્યા, કેવલજ્ઞાન પ્રાપ્ત થયું અને મોક્ષ પ્રાપ્ત કર્યો.
રાજર્ષિમાં મેક્ષગમનથી દેવી નાગરિકે અને રાજા પર ગુસ્સે થઈ એણે ધૂળની વર્ષા કરી અને વાતભય નગરને ધૂળમાં મેળવી દીધું. કેવલ એક કુંભકાર બએ. જે રાજર્ષિને શય્યાતર બન્યું હતું. १५ चउत्थ, छट्ठ, अट्ठम, दसम, दुवालस, मासद्ध मासाईणि तवोकम्माणि कुव्वमाणे વિદ્યા !
-ઉત્તરા. નેમિચન્દ્ર ટીકા ૨૫૫-૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org