________________
૫૬૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
દેવી એને સિનપલ્લીમાં લઈ ગઈ. એટલે એના નામથી એ સ્થાનનું નામ કુંભકાર પકુખેવ પડયું. ૧૬
બૌદ્ધ સાહિત્યમાં ઉદાયન બૌદ્ધ–સાહિત્ય અવદાન ક૯૫લતા અને દિવ્યાવદાનમાં પણ રાજા ઉદાયનનું વર્ણન છે. ઉત્તરવતી જૈન સાહિત્યમાં જે ઉદાયનનું નામ ઉદાયણ૯ મળે છે. એવી રીતે અવદાન કલ્પલતામાં ઉદ્રાયણ
અને દિવ્યાદાનમાં રુદ્રાયણ મળે છે. બન્ને પરંપરાના ગ્રંથમાં એને સિંધુ-સૌવીર દેશનો રાજા માનવામાં આવ્યું છે. પણ રાજધાનીના નામમાં ફેરફાર છે. જૈન સાહિત્યમાં વીતભય અને બૌદ્ધ સાહિત્યમાં રેરુક રાજધાનીનું નામ આપવામાં આવ્યું છે. બન્ને પરંપરા અનુસાર એની પત્ની સ્વર્ગમાંથી આવી એને પ્રતિબદ્ધ કરે છે.
રાજા ઉદાયનનું મહાવીર અને બૌદ્ધ સાથે સંપર્કમાં આવવાનું વર્ણન જુદા જુદા સ્વરૂપે મળે છે. મહાવીર એને સિંધુ-સૌવીર જઈને દીક્ષિત કરે છે. પણ બુદ્ધ રાજા સિંધુ-સૌવીરથી મગધ આવે છે ત્યારે १६ (७) खिणवल्लीए कुभारपक्खेय नाम पट्टण तस्स नामेण जात ।
–આવ. ચૂર્ણિ (4) सोय अवहरितो अणवराहि त्ति काउसिणवल्लीए। कुंभकारवेक्खो नाम पहण तस्स नामेण कय ॥
-ઉત્તર. અ. ૧૮ (1) शय्यातर मुनेस्तस्य कुम्मकार निरागसम् ।
सा सुरी सिनपल्यां प्राग नित्ये हत्वा ततः पुरम् ॥ तस्य नाम्ना कुम्भकार कृतमित्याइवयं पुरम् । तत्र सा विदधे किं वा दिव्यशक्तेन गोचरः॥
ઉત્તરા. ભાવવિજયની ટીકા, પત્ર ૩૮૭-૨ ૧૭ અવદાન ૪૦ ૧૮ દિવ્યાવદાન ૩૭ ૧૯ વાયા રાય, તાવ મો. - આવ. ચૂર્ણિ, પૂર્વાધ પત્ર ૩૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org