________________
૨૧
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
તીર્થકર અને અન્ય મુક્ત આત્મા વચ્ચે ભેદ જૈન ધર્મનું એ સ્પષ્ટ મંતવ્ય છે કે તીર્થકર અને મુક્તિ પ્રાપ્ત કરનાર આત્માઓ વચ્ચે આંતરિક દષ્ટિએ કઈ ભેદ નથી. કેવલજ્ઞાન અને કેવલદર્શન વગેરે આમિક શક્તિઓ બન્નેમાં સમાન હોવા છતાં તીર્થકરમાં કેટલીક બાહ્ય વિશેષતા છે. આ બાહ્ય વિશેષતાઓ(અતિશ)નું વર્ણન આ પ્રમાણે છે: ૧. મસ્તકના કેશ, દાઢી, મૂછ, વાળ અને નખોની અમુક મર્યાદાથી
વિશેષ વૃદ્ધિ થવી ન જોઈએ. ૨. શરીર સ્વસ્થ અને નિર્મલ રહેવું. ૩. લેહી અને માંસ ગાયના દૂધ જેવાં વેત રહેવાં. ૪. પદ્મગધના સમાન શ્વાસોચ્છવાસ સુગન્ધિત રહે. ૫. આહાર અને શૌચની કિયા પ્રચ્છન્નપણે થવી. ૬. તીર્થકર દેવની સામે આકાશમાં ધર્મચક્રનું દેવું. ૭. એની ઉપર ત્રણ છત્રનું રહેવું. ૮બન્ને બાજુ શ્રેષ્ઠ ચામર રહેવાં. ૯. આકાશ જેવા સ્વચ્છ સ્ફટિક-મણિનું બનેલું સિંહાસન હોવું. ૧૦. તીર્થકર દેવની આગળ આકાશમાં ઈન્દ્રધ્વજનું ચાલવું. ૧૧. જ્યાં જ્યાં તીર્થકર ભગવાન વિશ્રામ કરે છે કે બેસે છે, ત્યાં
ત્યાં તે જ પળે પત્ર, પુષ્પ અને પલવથી સુશોભિત છત્ર, ધ્વજ,
ઘંટ તેમ જ પતાકા સહિત અશોકવૃક્ષનું ઉત્પન્ન થવું. ૧૨. કંઈક પાછળ મુકુટના સ્થાન પર તેજમંડલ–ભામંડલની રચના
થવી તથા અંધકાર થવાના સમયે દશે દિશામાં પ્રકાશ થ. ૧૩. જે જે સ્થાન પર તીર્થકર પધારે તે ભૂમિભાગ સમતલ
બની જ. ૧૪. જે સ્થાનમાં તીર્થંકર પધારે ત્યાં કાંટાએ અધમુખ થઈ જવા. ૧૫. જે સ્થાનમાં તીર્થંકર પધારે ત્યાં ઋતુઓનું અનુકૂલ થઈ જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org