________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ૧૬. જે સ્થાનમાં તીર્થકર પધારે ત્યાં સંવર્તક વાયુ વડે એક જન
પર્વતના ક્ષેત્રને શુદ્ધ-સ્વછ કરવું. ૧૭. મેઘ વડે રજને ઉપશાન્ત કરવી. ૧૮. જાનુપ્રમાણુ દેવકૃત પુષ્પોની વૃષ્ટિ થવી તેમ જ પુષ્પની દાંડલી
એનું અધમુખ થવું. ૧૯. અમનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગંધ તેમ જ સ્પર્શ ન થવા. ૨૦. મનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગંધ, તેમ જ સ્પર્શનું પ્રાકટય. ૨૧. જન પર્યત સંભળાય તેવા હૃદયસ્પર્શી મધુર સ્વરનું ઉત્પન્ન થવું. ૨૨. અર્ધમાગધી ભાષામાં ઉપદેશ દે. ૨૩. એ અર્ધમાગધીનું ત્યાં ઉપસ્થિત આર્ય-અનાર્ય, દ્વિપદ-ચતુષ્પદ,
મૃગ, પશુ, પક્ષી અને સરિસૃપની ભાષામાં રૂપાન્તરિત થવું તથા એમને તે હિતકારી, સુખકારી તેમ જ કલ્યાણકારી
પ્રતીત થવી. ૨૪. પૂર્વભવના વૈરાનુબન્ધને કારણે બદ્ધદેવ, અસુર, નાગ, સુપર્ણ, યક્ષ,
રાક્ષસ, કિન્નર, કિપરુષ, ગરુડ, ગંધર્વ અને મહારગનું પ્રસન્ન
ચિત્તે અરિહંત સમીપ ધર્મનું સાંભળવું. ૨૫. અન્ય તીર્થને નત મસ્તકે વંદના કરવી. ૨૬. તીર્થકર સામે આવીને અન્ય તીર્થ કેનું નિરુત્તર થઈ જવું. ૨૭. જ્યાં જ્યાં તીર્થકર ભગવાન પધારે ત્યાં ત્યાં પચીસ પચીસ
જન પર્યન્ત ઈતિ–ઉંદર આદિને ઉપદ્રવ ન થવે. ૨૮. પ્લેગ આદિ મહામારીને ઉપદ્રવ ન થે. ૨૯. સ્વચક(સ્વ-સેના)ને બળ ન થવે. ૩૦. પરચક(અન્ય રાજ્યની સેનાને ઉપદ્રવ ન થ. ૩૧. અતિવૃષ્ટિ ન થવી. ૩૨. અનાવૃષ્ટિ ન થવી. ૩૩. દુકાળ ન પડે. ૩૪. પૂર્વોત્પન્ન ઉત્પાત તથા વ્યાધિઓનું શાંત થવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org