________________
૨૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
કાર છવાઈ ગયા હૈાય છે. એને નાશ કરી ધર્મના પ્રકાશ, સાધુઓની સજ્જનેાની રક્ષા, દુષ્ટોના નાશ અને ધર્મની સ્થાપના કરવાનું છે. ૪૧
જૈનધમ ને અવતારવાદમાં વિશ્વાસ નથી તે ઉત્તારવાદના પુરસ્કર્તા છે. અવતારવાદમાં સ્વયં ઈશ્વરને માનવ મનીને પાપ-પુણ્ય કરવાં પડે છે. ભક્તની રક્ષા કાજે એમને સંહાર પણ કરવા પડે છે. સ્વયં રાગદ્વેષથી મુક્ત હોવા છતાં એમને ભક્તો માટે રાગ કરવા પડે છે, દ્વેષ કરવા પડે છે. વૈદિક પરંપરાના વિચારકાએ આ વિકૃતિને લીલા કહી એને ઢાંકપિછોડો કરવાના પ્રયાસ કર્યો છે, જૈનધમ માં માનવના ઉત્તારનું સમર્થન કરવામાં આવ્યું છે. તે પ્રથમ વિકૃતિમાંથી સંસ્કૃતિ પ્રતિ પ્રયાણ કરે છે અને પછીથી પ્રકૃતિમાં પહોંચી જાય છે. રાગદ્વેષ યુક્ત જે મિથ્યાત્વની અવસ્થા છે, તે વિકૃતિ છે. પૂર્ણપણે કર્મમાંથી મુક્તિ એવી જે સિદ્ધ અવસ્થા છે, તે પ્રકૃતિ છે. સિદ્ધ ખનવાનું તાત્પર્ય એ છે કે અનંતકાલ માટે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતશક્તિમાં લીન થઈ જવું, જ્યાં કમ અંધ અને કમબંધનાં કારણેાના સર્વથા અભાવ હાવાને કારણે જીવ પુનઃ સંસારમાં આવતા નથી. ઉત્તારવાદને અર્થ એ છે કે માનવનું વિકારી જીવનમાંથી ઉત્થાન કરી ભગવાનના અવિકારી સ્વરૂપ સુધી પહેાંચી જઈ ફરી કદી પણ વિકારી દશામાં લિપ્ત થવું નહીં. તાત્પર્યું એ છે કે જૈનધર્મોના તીર્થંકર ઈશ્વરીય અવતાર નથી. જે લેાકેા તીર્થંકરાને અવતાર માને છે, તે ભ્રમમાં છે. એમની શબ્દાવલી દાર્શનિક નહીં પણ લૌકિક ધારણાઓના અજ્ઞાનમાંથી નિષ્પન્ન થયેલી છે. જૈનધમ ની એ સ્પષ્ટ ઘાષણા છે કે પ્રત્યેક વ્યક્તિ સાધના દ્વારા તીથ કર બની શકે છે, તીર્થંકર બનવા માટે જીવનની આંતરિક શક્તિઓના વિકાસ અત્યંત આવશ્યક છે.
૪૧
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्म स्थापनार्थाय संभवामि युगे युगे ॥
Jain Education International
,
શ્રીમદ્ ભગવદ્ગીતા, ૪, ૭-૮
For Private & Personal Use Only
www.jainelibrary.org