SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા થવાથી તત્વ પ્રતિ અભિરુચિ જાગૃત થઈ, સાચી અને સત્ય સ્થિતિનું એને જ્ઞાન થયું. પરંતુ કેટલીકવાર એવું પણ બને છે કે મિથ્યાત્વના પુનઃ આક્રમણથી એ આત્માનાં જ્ઞાનનેત્ર ધંધળાં બની જાય છે અને તે ફરીથી પાછો માર્ગ ભૂલી કુમાર્ગ તરફ વળી જાય છે અને લાંબા સમય બાદ ફરી સન્માર્ગમાં આવી જાય છે. ત્યારે વાસના તરફથી મેં ફેરવી લઈ સાધનાને અપનાવે છે. ઉત્કૃષ્ટ તેમજ સંયમની આરાધના કરતા કરતે તે એક દિવસે ભાવોની પરમ નિર્મળતાથી તીર્થકર નામકર્મને બંધ કરે છે અને ફરીથી તે ત્રીજા ભવથી તીર્થકર બને છે. પરંતુ એ ભૂલવું ન જોઈએ કે જ્યાં સુધી તીર્થકરને જીવ સંસારના ભેગવિલાસમાં અટવાયેલું રહે છે, ત્યાં સુધી તે વસ્તુતઃ તીર્થંકર નથી. તીર્થકર બનવા માટે એને છેલા ભવમાં રાજવૈભવ પણ છેડે પડે છે. શ્રમણ બનીને સ્વયં સર્વ પ્રથમ મહાવ્રતોનું પાલન કરવું પડે છે. એકાન્ત-શાન્ત-નિર્જન સ્થાન પર રહીને આત્મ-મનન કરવું પડે છે. ભયંકરમાં ભયંકર ઉપસર્ગો શાંત ભાવે સહન કરવા પડે છે. જ્યારે સાધનાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય કર્મના ઘાતી ચતુષ્ટયનો નાશ થાય છે ત્યારે કેવલજ્ઞાન, કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. એ સમયે તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ તીર્થની સંસ્થાપના કરે છે, ત્યારે વસ્તુતઃ તે તીર્થકર કહેવાય છે. આ ઉતારવાદ વૈદિક પરંપરામાં અવતારવાદમાં શ્રદ્ધા જોવા મળે છે. ગીતાના મંતવ્ય અનુસાર ઈશ્વર અજ, અનન્ત અને પરાત્પર હોવા છતાં પિતાની અનંતતાને પોતાની માયાશક્તિથી સંકુચિત કરી દેહ ધારણ કરે છે. અવતારવાદને સીધા-સાદે અર્થ છે ઈશ્વરનું માનવરૂપે અવતરિત થવું, માનવ દેહથી જન્મ લે. ગીતાની દષ્ટિ પ્રમાણે ઈશ્વર માનવ બની શકે છે, પરંતુ માનવ કદી પણ ઈશ્વર બની શકતા નથી. ઈશ્વરને અવતાર લેવાનું એકમાત્ર પ્રજન સૃષ્ટિની ચારેબાજુ જે અધર્મને અંધ૪૦. સમવાયાંગસુત્ર ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy