________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
કરે છે. એટલે તે પશુ તીર્થંકર કહેવાય છે. એના વડે ધર્મના પ્રાણભૂત ધ્રુવ સિદ્ધાંત એના એ જ સ્વરૂપે ઉપદેશાય છે. કેવળ માહ્ય ક્રિયાઓ તેમજ આચારવહાર વગેરેમાં પ્રત્યેક તીર્થંકરના સમયમાં વધતાઆછા પ્રમાણમાં ભિન્નતા જોવા મળે છે.
૧૮
જ્યારે પૂર્વકાલીન ઘાટના ધ્વંસ થાય છે કે વિકૃત અથવા ખિન ઉપયાગી થઈ જાય છે ત્યારે નવીન ઘાટનું નિર્માણ કરવામાં આવે છે. જ્યારે ધાર્મિક વિધિ-વિધાનમાં વિકૃતિ આવી જાય છેત્યારે તીર્થંકર તે વિકૃતિઓના નાશ કરી પોતાની દૃષ્ટિ અનુસાર પુનઃ ધાર્મિક વિધાનોનું નિર્માણ કરે છે. તીર્થંકરના શાસનની ભિન્નતા આ વાતનું જ્વલંત ઉદાહરણ છે. અમે આ અંગે અમારા ભગવાન પાર્શ્વ: એક સમીક્ષાત્મક અધ્યયન' એ ગ્રંથમાં વિસ્તારથી વિવેચના કરી છે. જિજ્ઞાસુ વાચકે ત્યાં જોવું જોઈ એ.૩૯
:
તીર્થંકર અવતાર નથી
એક વાત યાદ રાખવી જોઈ એ કે જૈનધર્મમાં તીર્થંકરને ઈશ્વરના અવતાર કે અંશ માનવામાં આવતા નથી કે નથી દૈવી સૃષ્ટિના અલૌકિક પ્રાણી તરીકે એમના સ્વીકાર કરવામાં આવ્યેા. એ અંગે સ્પષ્ટ મંતવ્ય છે કે તીર્થંકરના જીવ ભૂતકાલમાં એક દિવસ સામાન્ય માનવની માફ્ક સાંસારિક પ્રવૃત્તિઓથી અનેક પ્રકારે સાચેલા હતા. પાપરૂપી કાદવથી ખરડાયેલેા હતા. કસાયની કાલિમાથી કલુષિત હતા. મેહની મદિરાથી મત્ત હતા. આધિ, વ્યાધિ અને ઉપાધિઓથી ત્રસ્ત હતા. હ્રય, જ્ઞેય અને ઉપાદેય પ્રતિ પણ એના વિવેક ન હતા. ભૌતિક તેમજ ઇન્દ્રિયજન્ય સુખાને સાચું સુખ માની પાગલની માફ્ક એની પાછળ દોડી રહ્યો હતો. પરંતુ એક દિવસે મહાન પુરુષના સંગથી એનાં નેત્ર ખૂલી ગયાં. ભેઢ-વિજ્ઞાનની ઉપલબ્ધિ ૩૯. ભગવાન પાર્શ્વ નાથ : એક સમીક્ષાત્મક અધ્યયન, પૃ. ૩-૨૫, પ્રકાશક— ૫. મુનિ શ્રીમલ પ્રકાશન, ૨૫૯, નાના પેઠ, પૂના નં. ર, સન ૧૯૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org