________________
૫૩૭
વત્સદેશમાં વિહાર કૌશાંબીમાં જે નવીન સાધુઓ આવતા, તે સર્વ પ્રથમ જયંતીને ત્યાં જઈ વસતિની યાચના કરતા. ભગવાન મહાવીરનો ધર્મોપદેશ સાંભળ્યા પછી શ્રમણે પાસિકા જયંતીએ ભગવાનને પ્રશ્નો પૂછયા. એને પહેલે પ્રશ્ન આ હત–ભગવાન ! જીવ જલદીથી ભરેકમી કેવી રીતે થાય છે ?
મહાવીર–જયંતી ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાનદા મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પર–પરિવાદ, રતિ–અરતિ, માયામૃષા અને મિથ્યાદર્શનઆ અઢાર દેષ છે. જેના સેવનથી જીવ ભારેકર્મી થાય છે.
જયંતી–ભગવાન ! આત્મા કેવી રીતે હળુકમ થાય છે?
મહાવીર–પ્રાણાતિપાત આદિનું સેવન ન કરવાથી આત્મા હળુકમી થાય છે. પ્રાણાતિપાત આદિની પ્રવૃત્તિથી આત્મા જેવી રીતે સંસારને વધારે છે, પ્રલંબ કરે છે, સંસારમાં ભ્રમણ કરે છે, તેવી રીતે એની નિવૃત્તિ સંસારને ઘટાડે છે. હસ્વ કરે છે. એને સમાપ્ત પણ કરી દે છે.
યંતી–ભગવન ! મોક્ષ પ્રાપ્ત કરવાની ચગ્યતા જીવને સ્વભાવથી પ્રાપ્ત થાય છે કે પરિણામથી? - મહાવીર–મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા જીવમાં સ્વભાવથી થાય છે, પરિણામથી નહીં.
જયંતી–ભને ! શું બધા ભવસિદ્ધિક આત્માએ મોક્ષગામી ?
મહાવીર-હા ! જે ભવસિદ્ધિક છે, તેઓ બધા આત્માઓ મોક્ષગામી .
જયંતી–ભગવન! જે બધા ભવસિદ્ધિક જીવ-મુક્ત થઈ જશે તે શું સંસાર એના વગર નહીં થઈ જાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org