________________
૫૩
ભગવાન મહાવીર : એક અનુશીલન
વત્સદેશમાં વિહાર
રાજા ઉડ્ડયન
વૈશાલીના શાનદાર વર્ષાકાલ પૂર્ણ કરી ભગવાન મહાવીરે વૈશાલીથી વસંદેશ તરફ વિહાર કર્યાં. વત્સદેશની રાજધાની કૌશાંખી હતી. ભગવાન ત્યાં ચંદ્રાવતરણ ચૈત્યમાં પધાર્યાં. એ સમયે ત્યાં પણુ રાજા સહસ્રાનીકને પૌત્ર, શતાનીકના પુત્ર, વૈશાલીના રાજા ચેટકની પુત્રી મૃગાવતીને આત્મજ રાજા ઉદયન રાજ્ય કરતા હતા.
રાજા ઉડ્ડયન એક ઐતિહાસિક વ્યક્તિ છે. જૈન, બૌદ્ધ અને વૈદિક આ ત્રણે પરંપરામાં એનું જીવનવૃત્ત કેટલાક ફેરફાર છતાં સમાન છે, એની પાસે હાથીએની વિરાટ સેના હતી. તે વીણાએ મજાવીને હાથીએ પકડી લેતેા. વિપાક સૂત્ર'માં ઉડ્ડયન રાજાને હિમાલયની માફ્ક મહાન અને પ્રતાપી જણાવ્યેા છે. જૈન કથાસાહિત્યમાં ચંડપ્રદ્યોત સાથે એણે કરેલા યુદ્ધનું વિસ્તારથી વર્ણન છે.
ભગવતીમાં જણાવવામાં આવ્યું છે—ભગવાન કૌશાંખીમાં પધાર્યા છે તે જાણીને રાજા ઉડ્ડયન ખૂબ આનંદ પામ્યા. તે કૃણિકની જેમ સાજ-સજાવટ કરી ભગવાનના સમવસરણમાં આવ્યે. એની સાથે એની માતા મૃગાવતી અને એની ફ્રાઈ શ્રમણાપાસિકા જયંતી પણ હતી અને એના પુત્ર પણ.
જયતીના પ્રશ્નો
જયંતી સાધુઓ માટે પ્રથમ શય્યાતરના રૂપમાં વિદ્યુત હતી.
૧. વિપાક. શ્રુતસ્કંધ ૧, અ. પ્
૨. ભગવતી શતક ૧૨. ઉ.૨
Jain Education International
3. वेसाली सावयाण अरहंताणं पुब्वसिज्जायरी जयंती णाम समोवासिया होत्या ।
-ભગવતી. ૧૨, ઉદે. ર
For Private & Personal Use Only
www.jainelibrary.org