________________
૫૩૮
ભગવાન મહાવીર : એક અનુશીલન
મહાવીર–આ પ્રમાણે નથી સાદિ તથા અનંત અને બને બાજુથી પરિમિત તથા બીજી શ્રેણીઓથી પરિવૃત્ત સર્વાકાશની શ્રેણીમાંથી એકે એક પરમાણુ યુદ્ગલ પ્રતિસમય કાઢવા છતાં અનંત ઉત્સર્પિણી–અવસર્પિણું વ્યતીત થઈ જાય તો પણ તે શ્રેણી ખાલી થતી નથી. એ પ્રમાણે ભવસિદ્ધિક છે મુક્ત થવા છતાં પણ સંસાર એનાથી ખાલી નહીં થઈ જાય.
જયંતીભન્ત ! જીવ સૂતેલે સારો કે જાગેલે?
મહાવીર–કેટલાક જીવોનું સૂવાનું સારું છે અને કેટલાક ઇવેનું જાગવાનું સારું છે.
જયંતી ભગવદ્ ! એ કેવી રીતે ?
મહાવીર–યંતી ! જે જીવ અધાર્મિક છે, અધર્મનું અનુસરણ કરે છે, જેને અધર્મ જ પ્રિય છે, જે અધર્મની જ વ્યાખ્યા કરે છે,
જે અધર્મના જ પ્રેક્ષક છે, જે અધર્મમાં જ આસક્ત છે, અધર્મમાં - જ હર્ષિત છે. અને જે અધર્મથી જ પિતાનું ગુજરાન ચલાવે છે, એ
સૂતેલો રહે તે જ સારું છે. એ જીવ જ્યાં સુધી સૂતેલું રહે છે ત્યાં સુધી પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વ સમુદાયના શેક અને પરિતાપનું કારણ બનતે નથી, એવો જીવ સૂતેલે રહે તે પોતાની અને બીજાઓની ઘણીખરી અધાર્મિક સંયોજના થતી નથી. એટલે એવા જીનું સૂવાનું જ સારું છે.
અને હે જયંતી ! જે જીવ ધાર્મિક, ધર્માનુરાગી, ધર્મપ્રિય, ધર્મ-વ્યાખ્યાતા, ધર્મ–પ્રેક્ષક, ધર્મમાં હર્ષિત અને ધર્મજીવી છે એનું જાગૃત રહેવું સારું છે. એવા જીવ જ્યાં સુધી જાગૃત રહે છે ત્યાં સુધી ઘણાખરા પ્રાણીઓના અદુઃખ અને અપરિતાપને માટે કાર્ય કરે છે.
એવા જીવ જાગૃત હોય તે પિતાના અને બીજાઓને માટે ધાર્મિક સંજનાનું નિમિત્ત બને છે. એટલે એનું જાગૃત રહેવું શ્રેષ્ઠ છે.
આ દષ્ટિથી કેટલાક જનું સૂતેલા રહેવું સારું છે, તો કેટલાક જીવનું જાગૃત રહેવું સારું છે....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org