________________
રાજગૃહમાં ધમ'જાગૃતિ
મૃગ, સસલાં, લેામડી વૈર-ભાવ ભૂલીને પોતે પોતાના જીવ બચાવવા ત્યાં ઊભાં રહી ગયાં. સુમેરુપ્રભ પણ ત્યાં દોડતા દોડતા આવી પહોંચ્યા. એણે જોયું આખું મંડલ પ્રાણીઓથી ખીચાખીચ ભરાઈ ગયું છે. તે મંડલના કિનારે શાંતિથી ઊભા રહી ગયા.
એણે જગ્યા મેળવવા માટે ન કોઈ પ્રાણીને ધક્કો માર્યો કે ન સતાવ્યું.
દાવાનળ સળગતો રહ્યો. લીલુંછમ વન ભસ્મ થઈ રહ્યું હતું. એક રીતે પ્રલયકાલ જેવું દૃશ્ય ઉપસ્થિત થયું હતું. પરંતુ સુમેરુપ્રભ દ્વારા બનાવવામાં આવેલ તે મંડલ સંપૂર્ણ પણે સુરક્ષિત હતું. દાવાનલ તે શું પણ એની જ્વાલા પણ એને સ્પશી શકી નહીં. એકાએક સુમેરુપ્રભના શરીરમાં કંઈક ખ'જવાળ ઊપડી. એણે પેાતાના આગળના પગ ખંજવાળવાને ઊંચા કર્યા. જેવા તે પગ ખંજવાળીને ફરીથી નીચે મૂકવા ગયા તા એણે જોયુ કે એક નાનું સસલું મૃત્યુના ભયથી થર-થર ધ્રૂજી રહ્યું છે. ધ્રૂજતા સસલાને જોઈ ને હાથીનું હૃદય પીગળી ગયું. મનમાં કરુણાને અનંત સાગર ઊછળવા લાગ્યા. એણે પોતાના પગ નીચે મૂકયો નહી. અદ્ધર જ ઊંચકી રાખ્યા.
પરપ
ܘ
એ દિવસ અને ત્રણ રાત દાવાનળ ભડ–ભડ બળતા રહ્યો. ત્રીજે દિવસે દાવાનળ શાંત થયા. પશુપક્ષી ખધાં પાતાનાં આશ્રયસ્થાને પાછાં ફરવા લાગ્યાં. પ્રસન્નમુદ્રામાં તે સસલું પણ આમ તેમ કૂદકા મારવા લાગ્યું.
Jain Education International
સુમેરુપ્રભે પણ ચાલવાના વિચાર કર્યો. એણે નીચે જોયુ તે સ્થાન ખાલી હતું. પગને નીચે મૂકવા તે પગને સીધા કરવા લાગ્યા પણ તે ઊંચે અધર રાખવાથી અકડાઈ ગયેા હતા. જોર કરીને તેણે અને નીચે મૂકવાનો પ્રયત્ન કર્યો, પણ તે પોતાની સમતુલા જાળવી શકયો નહી, ધખાક દઈને તે નીચે પડી ગયેા. ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા તે ફ્રીથી ઊભેા ન થઈ શકયો. પણ એના મનમાં અપૂર્વ શાંતિ હતી. કેમ કે એણે એક ક્ષુદ્ર જીવ પર દયા કરી હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org