________________
ગણધરો સાથે દાર્શનિક થર્ચાઓ
૫૦૯ થઈ શકે કે જે દીપનો સર્વથા નાશ થતો નથી તે તે બુઝાઈ ગયા પછી દષ્ટિગોચર કેમ થતું નથી ? એનું સમાધાન એ છે કે બુઝાઈ ગયા પછી તે અંધકારમાં પરિણમી જાય છે, જે પ્રત્યક્ષ છે. એટલે એ કથન સાચું નથી કે તે દેખાતો નથી. દીપ બુઝાઈ ગયા પછી એટલી જ સ્પષ્ટતાથી કેમ દેખાતો નથી? એનું કારણ એ છે કે તે ઉત્તરેત્તર સૂક્ષ્મતર પરિણામને ધારણ કરતો જાય છે, એટલે વિદ્યમાન હવા છતાં પણ તે સ્પષ્ટ રૂપમાં દેખાતું નથી. જેમકે વાદળો છિન્નભિન્ન થઈ ગયા પછી વિદ્યમાન હોવા છતાં પણ આકાશમાં દેખાતાં નથી. અને અંજન–રજ વિદ્યમાન હોવા છતાં પણ આંખેમાં દેખાતી નથી. એવી રીતે દીપક પણ બુઝાઈ જાય છે તે વખતે વિદ્યમાન હોવા છતાં તે એના સૂમ-પરિણામ ને કારણે સ્પષ્ટરૂપમાં દેખાતું નથી. એ પ્રમાણે નિર્માણમાં પણ જીવન સર્વથા નાશ થતો નથી. '
જેવી રીતે દીપ જ્યારે નિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યારે તે પરિણમાન્તરને પ્રાપ્ત કરે છે પણ પૂર્ણપણે નષ્ટ થતો નથી એવી રીતે જીવ પણ જ્યારે પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે, ત્યારે તે નિરાબાધ સુખરૂપ પરિણામાન્તરને પ્રાપ્ત કરે છે. પણ સર્વથા નષ્ટ થતું નથી. એ પ્રમાણે જીવની દુઃખક્ષયરૂપ વિશેષ અવસ્થા જ નિર્વાણ છે, મેક્ષ છે, મુક્તિ છે. જે જીવ મુક્ત થઈ ગયેલ છે એને પરમ સુખની ઉપલબ્ધિ થાય છે, જે સુખ સ્વભાવિક છે અને એમાં કઈપણ પ્રકારનું વિદન આવતું નથી.
એ માનવું પણ ઉચિત નથી કે મુક્તાવસ્થામાં જ્ઞાનને અભાવ હોય છે.૮૫ જ્ઞાન તે આત્માનું સ્વરૂપ છે. જે પ્રમાણે પરમાણું કદી પણ અમૂર્ત થઈ શક્તા નથી તેવી રીતે આત્મા પણ કદી પણ જ્ઞાનરહિત થઈ શકતો નથી. એટલે એ કથન પરસ્પર વિરુદ્ધ છે કે આત્મા ૫. વિશેષા. ભાષ્ય ૧૯૮૭ થી ૧૯૯૨
તૈયાયિકેની આજ માન્યતા છે. ન સંવિવાનન્દમયી મુઃિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org