________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
છે અને તે જ્ઞાનરહિત છે. જ્ઞાન આત્માનું સ્વરૂપ છે એનું શું પ્રમાણ છે? એ વાત તે સ્વાનુભવથી સિદ્ધ છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે. આ પ્રમાણે આત્માની જ્ઞાનસ્વરૂપતા સ્વસંવેદન-પ્રત્યક્ષ વડે સિદ્ધ જ છે. ખીજા શરીરમાં રહેલા આત્મા પણુ અનુમાન વડે જ્ઞાનસ્વરૂપ સિદ્ધ થઇ શકે છે. આ અનુમાન આ પ્રમાણે છે-બીજાના શરીરમાં રહેલા આત્મા જ્ઞાન-સ્વરૂપ છે કેમકે એમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ જોવા મળે છે. જો તે જ્ઞાનસ્વરૂપ ન હાય તેા તે ઈષ્ટમાં પ્રવૃત્ત અને અનિષ્ટમાં નિવૃત્ત ન થઈ શકે? આપણે એમાં પ્રત્યક્ષ રીતે ઈષ્ટ પ્રવૃત્તિ અને અનિષ્ટ નિવૃત્તિ જોઈ શકીએ છીએ. એટલે એને જ્ઞાન સ્વરૂપ જ માનવે જોઈ એ. જેવી રીતે જાજવલ્યમાન પ્રદીપને છિદ્રયુક્ત આવરણથી ઢાંકવાથી તે એને પ્રકાશ પેલાં છિદ્રો વડે થાડા પણ લાવી શકે છે. તેવી રીતે જ્ઞાનસ્વરૂપ આત્મા પણ આવરણાના ક્ષાપશમ થવાથી ઇન્દ્રિયરૂપ છિદ્રો દ્વારા પોતાના થોડા પણ પ્રકાશ લાવી શકે છે. જે મુક્ત આત્મા છે એનામાં આવરણાના પૂર્ણપણે અભાવ છે. એ કારણે તે પોતાના પૂર્ણ રૂપમાં પ્રકાશિત થાય છે. અને સસારના બધા પદાર્થોનું પરિજ્ઞાન થાય છે. એટલે તે વસ્તુ સિદ્ધ છે કે મુક્ત આત્મા જ્ઞાની છે,
૫૧૦
મુક્તાત્મામાં જે સુખ છે એમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન હતું નથી. એ કથન સમજાતું નથી કેમકે પુણ્યથી સુખ થાય છે અને પાપથી દુ:ખ થાય છે પરંતુ મુક્તાત્મામાં પુણ્ય પાપરૂપ કોઈપણ કર્મનું અસ્તિત્વ હોતું નથી એટલે એમાં નતા સુખ હોવું જોઈ એ કે નતા દુઃખ હાવું જોઇએ. ખીજી વાત એ કે સુખદુઃખનું મૂળ શરીર છે. મુક્તિમાં શરીરનેા અભાવ હોય છે, એટલે ત્યાં પણ આકાશની જેમ સુખ અને દુઃખ અને નહીં હાવાં જોઇએ ? આ પ્રશ્નના ઉત્તર આપતાં ભગવાન મહાવીરે કહ્યું-વસ્તુતઃ પુણ્યનું ફળ પણુ દુ.ખ જ છે કેમકે તે કર્મજન્ય છે, જે કર્મજન્ય હાય છે તે પાપક્ષની જેમ ૮૬. વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૯૭-૨૦૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org