________________
ગણધરો સાથે દાર્શનિક ચર્ચાઓ
૫૦૭
શિષ્ય સહિત મહાવીર પાસે આવી પહોંચ્યા. મેતાર્યને સંબોધન કરતાં મહાવીરે કહ્યું-“મેતાર્ય! તને સંશય છે કે પરલેક છે કે નહીં? હું તારા સંશયનું નિવારણ કરીશ.”
મેતાર્ય! તારું માનવું એમ છે કે મઘાંગ અને મદની માફક ભૂત અને ચૈતન્યમાં કોઈપણ પ્રકારનો ભેદ નથી. એટલે પરલેક માન અનાવશ્યક છે. જ્યારે ભૂતસંગના નાશની સાથે જ ચૈતન્યને પણ નાશ થઈ જાય છે. ત્યારે પરલોક માનવાની શી જરૂર છે? એવી રીતે સર્વવ્યાપી એક જ આત્માનું અસ્તિત્વ માનવાથી પરલોકની સિદ્ધિ થઈ શકતી નથી.
આ બન્ને હેતુઓનું નિવારણ કરતાં મહાવીરે કહ્યું-ભૂતઈદ્રિય આદિથી ભિન્ન સ્વરૂપ આત્માને ધર્મ ચૈતન્ય છે. આ વાતની સિદ્ધિ પહેલા થઈ ગઈ છે. એટલે આત્માને સ્વતંત્ર દ્રવ્ય માનવું જોઈએ. એવી રીતે અનેક આત્માનું અસ્તિત્વ પણ પહેલા સિદ્ધ કરવામાં આવ્યું છે. આ લેકથી અલગ દેવ આદિ પરલોકનું અસ્તિત્વ પણ મૌર્ય અને અખંપિતની ચર્ચામાં દર્શાવવામાં આવ્યું છે. એટલે પરલોકનું અસ્તિત્વ તર્કસંગત છે. આત્મા, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યસ્વભાવ યુક્ત છે એટલે મૃત્યુ પછી એનું અસ્તિત્વ સિદ્ધ છે.
મેતાર્યના સંશયનું નિવારણ કરવામાં આવતાં એમણે ત્રણ શિષ્ય સહિત ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરે.
પ્રભાસનું સંશય-નિવારણું
(નિર્વાણની સિદ્ધિ) બધાને દીક્ષિત થયેલા જાણે અગિયરમાં પંડિત પ્રભાસના મનમાં પણ એ વિચાર આવ્યું કે હું પણ ભગવાન મહાવીર પાસે જાઉં. તેઓ પણ પિતાના શિષ્ય સાથે મહાવીર પાસે આવ્યા.
-
૮૦, વિશેષા. ભાષ્ય ૧૯૮૯-૧૯૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org