________________
५०१
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
સ્વતંત્ર છે. એક દુઃખનું કારણ છે અને બીજું સુખનું. સ્વભાવવાદ આદિ યુક્તિથી બાધિત છે.
દુઃખની પ્રકૃછતા એને અનુરૂપ કર્મની પ્રકર્ષથી પ્રગટ થાય છે. જેવી રીતે સુખના પ્રકૃણ અનુભવનો આધાર પુણ્ય-પ્રકર્ષ છે એવી રીતે દુઃખના પ્રકૃણ અનુભવને આધાર પાપ-પ્રકર્ષ છે. એટલે દુખાનુભવનું કારણ પુણ્યને અપકર્ષ નહીં પણ પાપનો પ્રકર્ષ છે. આ પ્રમાણે કેવલ પાપવાદનું પણ નિરસન કરી શકાય. સંકીર્ણ પક્ષને નિરસ્ત કરતાં ભગવાન મહાવીરે જણાવ્યું કોઈ પણ કર્મ પુરય-પાપ ઉભયરૂપ થઈ શકતું નથી કેમકે એવું કર્મ નિહેતુક છે. એ કેવી રીતે? એને ઉત્તર આપતાં ભગવાને કહ્યું-કર્મબંધનનું કારણ યોગ છે. તે એકી વખતે કાંતે શુભ હશે અથવા અશુભ હશે પરંતું તે શુભાશુભ ઉભયરૂપ થઈ શકે નહીં. એટલે એનું કાર્ય કાંત શુભ થશે અથવા અશુભ થશે. તે ઉભયરૂપ ન થઈ શકે જે શુભ કાર્ય છે તે પુણ્ય છે અને જે અશુભ કાર્ય છે તે પાપ છે. પુણ્ય અને પાપનું લક્ષણ જણાવતાં મહાવીરે ક જે સ્વયં શુભ વર્ણ, ગંધ, રસ તથા સ્પર્શ યુક્ત છે અને જેને વિપાક પણ શુભ હોય તે પુણ્ય છે એનાથી જે ઊલટું હોય તે પાપ છે. પુણ્ય અને પાપ એ બને પુદ્ગલ છે. તે પુદ્ગલ મેરુ સમાન સ્થલ નથી કે નતે પરમાણુ સમાન અત્યંત
સૂમ.૭૯
ભગવાન મહાવીરે આ પ્રમાણે અલભ્રાતાના સંદેહનું નિવારણ કર્યું. એમણે પણ પોતાના ત્રણસો શિષ્ય સહિત ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી.
મેતાર્યનું સંશય-નિવારણ
(પરાકનું અસ્તિત્વ) અચલબ્રાતાને દીક્ષિત થયેલા જાણું મેતાર્ય પણ પિતાના ત્રણ
૭૯. વિશેષા. ભાષ્ય ૧૯૧૧ થી ૧૯૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org