________________
ગણધરો સાથે દાર્શનિક ચર્ચાઓ
૫૦૫
પુણ્ય-પાપ અંગે (૧) કેવલ પુણ્ય જ છે, પાપ નહીં (૨) કેવલ પાપ જ છે, પુણ્ય નહીં (૩) પુણ્ય અને પાપ એકજ સાધારણ વસ્તુ છે. અલગ અલગ નથી. (૪) પુણ્ય અને પાપ અલગ અલગ છે. (૫) સ્વભાવ જ સર્વ કાંઈ છે. પુણ્ય-પાપ કંઈ નથી, આ પાંચ વિકલ્પ છે.
(૧) કેવલ પુણ્યનું જ અસ્તિત્વ છે. પાપને સર્વથા અભાવ છે. પુણયની જેમ જેમ અભિવૃદ્ધિ થાય છે, તેમ તેમ સુખની વૃદ્ધિ થાય છે. પુણયની જેમ જેમ હાનિ થાય છે તેમ તેમ સુખની પણ હાનિ થાય છે. પુણ્યને સર્વથા ક્ષય થતાં મેક્ષ થાય છે.
(૨) કેવલ પાપનું જ અસ્તિત્વ છે. પુણ્યને સર્વથા અભાવ છે. પાપની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ દુઃખ વધે છે પાપની ક્રમશઃ હાનિ થવાથી તેનાથી થયેલ દુઃખને પણ કમશઃ અભાવ થાય છે. પાપને પૂર્ણપણે ક્ષય થવાથી મોક્ષ મળે છે.%
(૩) પુણ્ય અને પાપ અલગ-અલગ ન હતા એક જ સાધારણ વસ્તુના બે ભેદ છે. આ સાધારણ વસ્તુમાં જ્યારે પુણ્યની માત્રા અધિક થઈ જાય છે ત્યારે તે પુણ્ય કહેવાય છે અને પાપની માત્રા વધી જાય ત્યારે પાપ કહેવાય છે. બીજા શબ્દોમાં આ પ્રમાણે કહી શકાય કે પુયાંશને અપકર્ષ થવાથી એને પાપ કહેવામાં આવે છે. અને પાપાંશને અપકર્ષ થવાથી એને પુણ્ય કહેવામાં આવે છે.
(૪) પુણ્ય અને પાપ બંને સ્વતંત્ર છે. સુખનું કારણ પુણ્ય છે અને દુઃખનું કારણ પાપ છે.
(૫) આ સંસારમાં પુણ્ય અને પાપ જેવી કોઈ વસ્તુ નથી. સમસ્ત ભવપ્રપંચ સ્વભાવથી જ થાય છે. જે આ પાંચ વિકલ્પ છે એમાં ચોથે વિકલ્પ જ યુક્તિ-સંગત છે. પુણ્ય અને પાપ એ બને ૭૮. વિશેષા. ભાષ્ય ૧૯૦૫–૧૯૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org