________________
૫૦૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અલંપિતનું સંશય-નિવારણ
(નરકોનું અસ્તિત્વ) મૌર્યપુત્રે પણ જ્યારે પિતાના શિષ્ય સહિત દીક્ષા ગ્રહણ કરી લીધી ત્યારે અકંપિત પણ મહાવીર પાસે આવી પહોંચ્યા. મહાવીરે એને સંબોધિત કરતા જણાવ્યું–અકૅપિત તારા મનમાં નારકો છે કે નહીં? એ સંશય છે. એનું સમાધાન આ પ્રમાણે છે.
પ્રકૃણ પાપ ફલને ઉપભોગ કરનાર કોઈને કોઈ અવશ્ય હેવા જોઈએ. જઘન્ય, મધ્યમ કર્મફલના ભક્તા તિર્યંચ અને મનુષ્ય છે. અને પ્રકૃષ્ણ પાપફલના ભક્તા નારકો છે.
અત્યન્ત કષ્ટ પામતા તિર્યંચ અને માનવને જ પ્રકૃણ પાપફલના ઉપભોક્તા માની લેવામાં શું વાંધો છે? જે પ્રમાણે દેવામાં સુખનો પ્રકર્ષ છે, તે સુખને પ્રકષ તિર્યંચ અને મનુષ્યોમાં નથી એટલે એમને નારક કહી ન શકાય. એવે એક પણ તિર્યંચ અને મનુષ્ય નહીં મળે કે જે પૂર્ણ રૂપમાં દુઃખી જ હોય એટલે પ્રકૃષ્ટ પાપ-કર્મફલ ભક્તાના રૂપમાં તિર્યંચ અને મનુષ્યથી ભિન્ન એવા નારકોના અસ્તિત્વનો સ્વીકાર કરે જોઈએ.૭
આ પ્રમાણે ભગવાને અકંપિતના સંશયનું નિવારણ કર્યું એટલે તેમણે પણ પિતાના સાડા ત્રણ શિષ્યો સાથે ભાગવતી દીક્ષા અંગીકાર કરી.
અચલબ્રાતાનું સંશય-નિવારણ
( પુણય–પાપનું અસ્તિત્વ) અકંપિતને પણ દીક્ષિત થયેલા જાણ પંડિત અચલબ્રાતા પણ પિતાના શિષ્ય સહિત ભગવાન પાસે આવી પહોંચ્યા. મહાવીરે એમને સંબોધિત કરતાં કહ્યું–અલભ્રાતા ! તને પાપ-પુણ્યનું અસ્તિત્વ છે કે નહીં ? એ અંગે સંશય છે. હું તારા સંશયનું નિવારણ કરીશ. ૭૭. વિશેષા. ભાષ્ય ૧૮૮૫ થી ૧૯૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org