________________
ગણુધરાની સાથે દાનિક ચર્ચાએ
૪૮૫
ઈશ્વર આદિને આ સમસ્ત વૈચિત્ર્યના કર્તા માનવામાં આવે તે આપણી સંપૂર્ણ માન્યતાઓ અસંગત સિદ્ધ થશે, કેમકે શુદ્ધ જીવ ચા ઈશ્વર આદિને કર્મ–સાધનની અપેક્ષા નથી. તે શરીરાદિના આરંભ જ ન કરી શકે, કેમકે એની પાસે અભાવશ્યક ઉપકરણેાને અભાવ છે. જે પ્રમાણે કુંભકાર દંડાદે ઉપકરણાના અભાવમાં ઘટ આદિનું નિર્માણ નથી કરી શકતા, એ પ્રમાણે ઈશ્વર કર્મ આદિ સાધનાના અભાવમાં શરીર આદિનું નિર્માણ કરી શકતા નથી. આ પ્રમાણે નિશ્ચેષ્ટતા, અમૃતતા આદિ હેતુએથી પણ ઈશ્વરના કતૃત્વનું ખંડન થઈ શકે છે. ૩૬
ભગવાન મહાવીરે અગ્નિભૂતિના સંશયનું નિવારણ કરી દીધું એટલે અગ્નિભૂતિએ પાંચસેા શિષ્યા સહિત ભગવાન પાસેથી આહુતી દીક્ષા ગ્રહણ કરી. ૩૭
વાયુભૂતિનું સંશય-નિવારણ (આત્મા અને શરીર વચ્ચેના ભેદ )
ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિના પોતપોતાના શિષ્યેા સહિત પ્રત્રજિત થઈ જવાના સમાચાર સાંભળી વાયુભૂતિ પેાતાના શિષ્યા સહિત ભગવાન મહાવીર સમીપ પહાંચ્ચે. મહાવીરે એને સંબંાધન કરતાં કહ્યું : વાયુભૂતિ ! તારા મનમાં એ શંકા છે કે જીવ અને શરીર એક જ છે કે જુદાં જુદાં છે ? તને વેદ-વાકાના સાચા અર્થ ખખર નથી એટલે તને આ પ્રમાણે સ'શય થઈ રહ્યો છે. તારા મત છે કે પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચાર ભૂતના સમુદાયથી ચૈતન્ય ઉત્પન થાય છે. જેમકે મદિરા ઉત્પન્ન કરનાર ભિન્ન ભિન્ન વસ્તુઓમાં મદ્યશક્તિ દષ્ટિગેાચર થતી નથી તેા પણ એના સમુદાયથી મદ્યશક્તિ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે પૃથ્વી આદિ કાઈ પણ અલગ ભૂતમાં ચૈતન્ય
૩૬. વિશેષા. ભાષ્ય ૧૬૪૧-૨
૩૭. એજન ૧૬૪૪
૩૮. વિશેષા. ભાય ૧૬૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org