________________
૪૮૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કામણુ શરીર સાથે હવે જોઈએ. નહીં તે નવીન સ્કૂલ શરીરનું ગ્રહણ કરવું કદાપિ શકય નથી.૩૩
પ્રશ્ન એ થઈ શકે કે મૂર્તિથી અમૂર્તને ઉપઘાત અને અનુગ્રહ કેવી રીતે થઈ શકે ? વિજ્ઞાન આદિ અમૂર્ત છે, પરંતુ મદિરા, વિષ વગેરે મૂર્ત વસ્તુઓથી એને ઉપઘાત થાય છે, અને ઘી, દૂધ આદિ પૌષ્ટિક આહારથી એને ઉપકાર થાય છે. આ પ્રમાણે મૂત કર્મ દ્વારા અમૂર્ત આત્માને અનુગ્રહ અને ઉપકાર થઈ શકે છે. ૩૪
- બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે-સંસારી આત્મા વસ્તુતઃ એકાન્તરૂપથી અમૂર્ત નથી. જીવ અને કર્મને અનાદિકાલથી સંબંધ હેવાને લીધે કથંચિત જીવ પણ કર્મ-પરિણામ રૂપ છે, એટલે એ રૂપમાં તે મૂર્ત પણ છે. એવી રીતે મૂર્ત આત્મા પર મૂર્ત કર્મ દ્વારા થનાર અનુગ્રહ અને ઉપઘાતને સ્વીકાર કરવામાં કોઈ પણ પ્રકારનો વધે રાખ ન જોઈએ. શરીર અને કર્મમાં પરસ્પર કાર્યકારણભાવ છે. જે પ્રમાણે બીજમાંથી અંકુર અને અંકુરથી બીજની ઉત્પત્તિ થાય છે. અને આ પ્રમાણે બીજાકુંરે-સન્તતિ અનાદિ છે, એવી રીતે શરીરથી કર્મ અને કર્મથી શરીરને ઉદ્ભવ સમજ જોઈએ. દેહ અને કર્મની આ પરંપરા અનાદિ છે.૩૫
ઈશ્વરકતૃત્વનું ખંડન અગ્નિભૂતિએ કહ્યું–જે ઈશ્વરાદિને જગત–વૈચિત્ર્યનું કારણ માની લેવામાં આવે તે કર્મની આવશ્યક્તા નથી.
મહાવીરે સમાધાન કરતાં કહ્યું- કર્મની સત્તા ન માની માત્ર શુદ્ધ જીવને દેહ આદિની વિચિત્રતાને કર્તા માનવામાં આવે યા ૩૩. એજન ૧૬૩૬ ૩૪. એજન ૧૬ ૩૭ ૩૫. વિશેષા ભાષ્ય. ૧૯૩૮-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org