________________
૧૪
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
દેવીભાગવતમાં
જૈનધર્મને ઉલલેખ સાંપડે છે.
આનું તાત્પર્ય એ છે કે દેશકાલ અનુસાર શબ્દો બદલાય છે. પરંતુ શબ્દનું પરિવર્તન થવાથી જૈનધર્મનું સ્વરૂપ અર્વાચીન ન હોઈ શકે. પરંપરાની અપેક્ષાએ એનું પૂર્વ અનુસંધાન ભગવાન ત્રાષભદેવ સાથે છે.
જે પ્રમાણે ભગવાન શિવના નામ પરથી શૈવધર્મ, વિષ્ણુના નામ પરથી વૈષ્ણવધર્મ અને બુદ્ધના નામ પરથી બૌદ્ધધર્મ પ્રચલિત છે, એવી રીતે જૈનધર્મ કોઈ વ્યક્તિ–વિશેષના નામ પરથી પ્રચલિત થયો નથી. અને વળી તે કઈ વ્યક્તિ-વિશેષ પૂજક પણ નથી. એને કષભદેવ, પાર્શ્વનાથ કે મહાવીરને ધર્મ કહેવામાં આવ્યો નથી એ તે આહંતેને ધર્મ-જિનધર્મ છે. જૈનધર્મને મૂળ મંત્રनमो अरिहंताणं नमो सिद्धाणं, नमो आयरियाण, नमो उवज्झायाणं, नमो लोए સરવસાહૂણં ૩૫ માં પણ કોઈ વિશિષ્ટ વ્યક્તિને નમસ્કાર કરવામાં આવ્યા નથી. જૈન ધર્મનું સ્પષ્ટ મંતવ્ય છે કે કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિક ઉત્કર્ષ કરીને માનવમાંથી મહામાનવ બની શકે છે, તીર્થકર બની શકે છે.
તીર્થ અને તીર્થકર
તીર્થંકર શબ્દ જૈનધર્મની અગત્યતા ધરાવતે પારિભાષિક શબ્દ છે. એ શબ્દને ઉદ્ભવ ક્યારે ક્યા સમયે પ્રચલિત થયે તે કહેવું ખૂબ મુશ્કેલ છે. વર્તમાન ઈતિહાસના ઉપક્રમમાં એનું મૂળ સૂત્ર શેાધી ૩૪. નારવાણ મોહચાનાસ નપુત્રાનું વૃક્વતિઃ |
जिनधर्म समास्थाय वेदबाह्य स वेदवित् ॥ छद्मरूपधर सौम्य बोधयन्त छलेन तान् । जैनधर्मकृत स्वेन, यज्ञनिन्दापर तथा ॥
– દેવીભાગવત ૪, ૧૩, ૫૪ ૩૫ ભગવતીસૂત્ર, મંગલાચરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org