________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
૧૫
કાઢવું શક્ય નથી. નિઃશંકપણે આ શબ્દ ઉપલબ્ધ ઈતિહાસથી ઘણુ પ્રાચીન–પ્રાગ ઐતિહાસિક કાલમાં પ્રચલિત હતે. જૈન-પરંપરામાં આ શબ્દનું પ્રાધાન્ય હોવાને કારણે બૌદ્ધ સાહિત્યમાં પણ એને પ્રગ મળી આવે છે. બૌદ્ધસાહિત્યમાં અનેક સ્થાને પર “તીર્થકર” શબ્દ પ્રજાયેલ છે. સામજફલસુત્તમાં છ તીર્થકરેનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ૩૭ પરંતુ એ સ્પષ્ટ છે કે જૈન સાહિત્યની જેમ પ્રધાનપણે તે પ્રાગ ત્યાં પ્રચલિત રહ્યો નથી. કેટલાંક સ્થાન પર જ એને ઉલેખ થયેલું છે, જ્યારે જૈન સાહિત્યમાં આ શબ્દને પ્રાગ વિપુલ પ્રમાણમાં થયેલ છે. તીર્થંકર જૈનસંઘના પિતા ગણાય છે. સર્વેસર્વા છે. જૈન સાહિત્યમાં અતિ વિસ્તારથી તીર્થકરના મહત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. છેક આગમ સાહિત્યથી આરંભી સ્તોત્ર સાહિત્ય પયંત તીર્થકરનું મહત્ત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ચતુર્વિશતિસ્તવ” અને “શફસ્તવમાં તીર્થંકરનું જે કીર્તિગાન છે એનું અધ્યયન કરવાથી તીર્થંકરના ગરિમા-મહિમાનું એક ભવ્ય ચિત્ર આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે તથા સાધકનું હૃદય શ્રદ્ધાથી નમી જાય છે.
જે તીર્થના કર્તા કે નિર્માતા થાય છે, તે તીર્થકર કહેવાય છે. જૈન પરિભાષા અનુસાર તીર્થ શબ્દનો અર્થ ધર્મ-શાસન થાય છે.
જે સંસારસાગર પાર કરાવનાર ધર્મ-તીર્થની સંસ્થાપના કરે છે, તે તીર્થકર કહેવાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ધર્મ છે. આ ધર્મને ધારણ કરનાર શ્રમણ, શ્રમણ, શ્રાવક અને શ્રાવિકા છે. આ ચતુર્વિધ સંઘને પણ તીર્થ કહેવામાં આવ્યું છે.૩૮ ૩૬. જુઓ, બૌદ્ધ સાહિત્યનું લંકાવતરણ સૂત્ર ૩૭. દીઘનિકાય સામંજફલ સુર પુ. ૧૬-૨૨ હિન્દી અનુવાદ ૩૮ (ક) તિર્થ પુખ રાવનાને સમળસંઘો-સમા, “સમળીયો, સાવચા, સાવિયાગો.
' –ભગવતી સૂત્ર શતક ૨, ઉ૦ ૮, પરા ૬૮૨ (ખ) સ્થાનાંગ, ૪, ૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org