________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
તિલનો પ્રશ્નઃ વૈશ્યાયન તાપસ
આર્યભૂમિમાં પ્રવેશ કરી ભગવાન સિદ્ધાર્થપુરથી કૂર્મગામ તરફ જઈ રહ્યા હતા. ગોશાલક પણ સાથે જ હતું. માર્ગમાં સાત પુષ્પવાળા તલના એક લહેરાતા છોડને જોઈ ને શાલકે જિજ્ઞાસાથી પૂછયું કે –“ભગવાન, શું આ છેડ ફળયુક્ત થશે ?”
સમાધાન કરતાં ભગવાને કહ્યું – “આ છોડ ફલવાન થશે અને સાતેય ફૂલે એક ફળમાં (શીંગમાં) ઉત્પન્ન થશે.”
ગોશાલક સંશયશીલ અને દુરાગ્રહી હતે. ભગવાનના કથનને મિથ્યા કરવાની દષ્ટિએ એણે પાછળ રહીને એ છેડને ઉખાડીને
એક કિનાર પર ફેંકી દીધો. સંજોગવશાત એ સમયે થોડે વરસાદ પડ્યો અને તે તલને છેડ ફરીથી મૂળ ચૅટી જવાથી લહેરાઈ ઊડ્યો. તે સાત પુપે પણ કહ્યા પ્રમાણે તલના ફળમાં (શીંગમાં) સાત તલરૂપે ઉત્પન્ન થયાં.૩૩
ભગવાન કૃમગામ આવ્યા.૩૪ કૂર્મગામની બહાર વૈશ્યાયન નામના તાપસ પ્રાણાયામી પ્રજયા સ્વીકારી સૂર્યમંડલ સંમુખ દષ્ટિ રાખીને બન્ને હાથ ઉપર ઉઠાવેલા રાખી આતાપના લઈ રહ્યા હતા. તાઢ તડકાથી સતૃપ્ત થઈને જટામાંથી જૂએ પૃથ્વી પર પડી રહી ૩૩. (ક) મણિયાર સિથપુરં તિથન પુછ ભવતિ | उप्पादेति अणज्जो गोशाला वास वहुलाय ॥
આવ. નિયુક્ત ૩૭૫ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૨૭ (ગ) આવ. ચૂર્ણિ ૨૯૭ (ધ) ભગવતી શતક ૧૫, તૃતીય ખંડ, પૃ. ૩૭૨ ૭૩ (ડ) ત્રિષષ્ટિ ૧૦, ૪, ૬૮–૧૨૮
(૨) આવશ્યક મલય. વૃત્તિ ર૮પ. ૩૪. ભગવતીમાં કુમંગામને સ્થાને કુંડગ્રામ જણાવવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org