________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
નગર બહાર પારણું કરી કુંડાગ–સન્નિવેશ અને પછીથી મનસન્નિવેશ પધાર્યા. અને સ્થાનેા પર ક્રમશઃ વાસુદેવ અને ખલદેવ ના આલય (મંદિર)માં રહીને ધ્યાન કર્યું.
૪૪૨
લાહેાગેલામાં
ત્યાંથી ભગવાન લેાહાગલા પધાર્યા. આ વખતે લેાહાગલાને પડેાશી રાજ્ય સાથે કંઈક સંઘષ ચાલી રહ્યો હતા. એટલે બધા અધિકારી ગણુ આવતા જતા યાત્રીઓ અંગે પૂર્ણપણે સતર્ક જાગૃત રહેતા હતા. પરિચય વિના રાજધાનીમાં કેાઈના પણ પ્રવેશ અંગે અંધી હતી. ભગવાનને પણ પરિચય પૂછવામાં આવ્યેા, પણ તેઓ મૌન રહ્યા આ કારણે અધિકારી એમને પકડીને રાજસભામાં લઈ ગર્ચા. ત્યાં અસ્થિક ગામના રહેવાસી ઉત્પલ નૌમિત્તિક આવેલા હતા. એણે જેવા ભગવાનને જોયા, તેવા જ તેણે ઊઠીને ભગવાનને વંદન કર્યુ... અને અધિકારીઓને કહ્યું “આ ગુપ્તચર નથી. પરંતુ સિદ્ધાર્થ નંદન મહાવીર છે, ધર્મચક્રવર્તી છે.” પરિચય પ્રાપ્ત થવાથી રાજા જિતશત્રુએ ભગવાન અને ગાશાલકને સત્કારપૂર્વક વિદાય કર્યાં, ૨૮ આસન અને ધ્યાન
લાહાગલાથી ભગવાને પુરિમતાલ નગર તરફ પ્રસ્થાન કર્યું. નગરની બહાર કેટલાક સમય સુધી શકટમુખ ઉદ્યાનમાં ધ્યાન કર્યું. વષ્ણુર' શ્રાવકે ત્યાં એમના સત્કાર કર્યો. ત્યાંથી ઉન્નાગ, ગોભૂમિને
૨૮. (ક) છે।હાવજમ્મિ ચારિય નિતસત્તુ સત્વરે માનવે ।
(ખ) વિશેષા. ભાષ્ય ૧૯૨૪ (ગ) આવશ્યક ચૂણિ` ૨૯૪ (બ) આવ. મલય. વૃત્તિ ૨૮૪ (ડ) આવ. દ્વારિભદ્રીય ૨૧૦ (ચ) મહાવીર રિય ૬, ૨૧૪
Jain Education International
For Private & Personal Use Only
--આવ. નિયુક્તિ ૩૭૨
www.jainelibrary.org