________________
૪૨૧
સંગમના ઉપસર્ગ માંથી ઉખડવા લાગ્યાં, મકાનના છાપરાં ઊડવા લાગ્યાં, મહાવીર પણ કેટલીયવાર આ અધીમાં ઉડ્યા અને નીચે પડ્યા.
(૧૭) ચકાકાર પવન વાવા લાગ્યું. મહાવીર એમાં ચકની માફક ઘૂમવા લાગ્યા.
(૧૮) એણે કાલચક્ર ચલાવ્યું. મહાવીર ઘૂટણ સુધી ભૂમિમાં પેસી ગયા.
જ્યારે પ્રતિકૂળ પરીષહોથી મહાવીર સહેજ પણ વિચલિત ન થયા ત્યારે એણે એમને ધ્યાનથી વિચલિત કરવા અનુકૂળ પરીવહ ઉત્પન્ન કર્યા. ' (૧૯) તે એક દેવવિમાનમાં બેસીને મહાવીર પાસે આ અને બોલ્યો-“કહે, આપને સ્વર્ગ જોઈએ કે અપવર્ગ? તમારી જે કાંઈ ઈચ્છા હશે તે પૂર્ણ કરીશ.”
(૨૦) એણે અતમાં અપ્સરા લાવીને ઊભી કરી દીધી. એણે પણ પિતાના હાવભાવથી અને વિશ્વમ-વિલાસથી એમને ચુત કરવા પ્રયાસ કર્યો. પરંતુ એને એમાં સફળતા મળી નહીં.
વિસ ભયંકર ઉપસર્ગ કરવા છતાં ભગવાનનું મુખ સુવર્ણ જેવું ચમકી રહ્યું હતું. જાણે કે મધ્યાહ્નો સૂર્ય ન હોય !
પ્રશ્ન એ થાય કે સંગમે અનેક રૂપે બનાવી મહાવીરના શરીરને જર્જરિત અને ઘા યુક્ત બનાવી દીધું, તે બધા ઘા કેવી રીતે મટી ગયા? ઉત્તર એ છે કે તીર્થંકરના શરીરમાં એક વિશિષ્ટ પ્રકારની સિંહણ શક્તિ હોય છે, જેનાથી એમના શરીરના ઘા બહુ જલદીથી સારા થઈ જાય છે. જેમકે, વૃદ્ધ અને રોગી વ્યક્તિના ઘા સારા થવામાં વાર લાગે છે, પણ નવજુવાન અને સ્વસ્થ વ્યક્તિના ઘા જલદીથી સારા થઈ જાય છે.
પિ ફાટ. અંધારું દૂર થયું. ધીમે ધીમે ઉષાની લાલી ચમકી ઊઠી અને સૂર્યનાં તેજસ્વી કિરણે ધરતી પર ઊતરી આવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org