________________
૪૨૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન (૭) એણે વિષધર સાપ છોડ્યા. જેના દાંત તીણ હતા તે મહાવીરને વારંવાર કરડવા લાગ્યા.
(૮) એણે ઉંદરો ઉત્પન્ન કર્યો, તે પિતાના તીક્ષણ દાંતોથી મહાવીરને કરડવા લાગ્યા. અને એમના પર મલમૂત્રનું વિસર્જન કરવા લાગ્યા. કરડેલા ઘા પર મૂત્ર મીઠા જેવું કાર્ય કરતું હતું.
(૯) એણે લાંબી સૂંઢવાળા હાથી તૈયાર કર્યા. જેમણે મહાવીરને વારંવાર આકાશમાં ઉછાળ્યા અને નીચે પડ્યા ત્યારે પગથી ચગદી નાંખ્યા. અને એમની છાતીમાં તીણ દાંત વડે પ્રહાર કર્યા.
(૧૦) એણે હાથીની માફક હાથણી પણ બનાવી અને એણે પણ મહાવીરને એવી જ રીતે પગ વડે ચગયા.
(૧૧) એણે બીભત્સ પિશાચનું રૂપ બનાવ્યું અને જેણે કર્ણકટુ કિકિયારી કરતે, હાથમાં તીણ બરછી લઈને મહાવીર પર હુમલે કર્યો. પિતાની સમગ્ર શક્તિ સાથે એણે એમના પર આક્રમણ કર્યું.
(૧૨) એણે વિકરાળ વાઘ બની વજની જેવા દાંત અને ત્રિશૂલ જેવા નખ વડે મહાવીરના શરીર પર ઉઝરડા પાડ્યા.
(૧૩) એણે રાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાનું રૂપ બનાવ્યું અને તે કરુણ-રુદન કરતા મહાવીરને કહેવા લાગ્યા કે અમને વૃદ્ધાવસ્થામાં અસહાય છેડીને તું ક્યાં જઈ રહ્યો છે.
(૧૪) એણે બન્ને પગ વચ્ચે અગ્નિ પ્રગટાવ્યા અને પગ પર વાસણ રાખ્યું પરંતુ મહાવીર અગ્નિના તાપથી વિચલિત થયા નહીં. . (૧૫) એણે મહાવીરના શરીર પર પક્ષીઓના પિંજરાં લટકાવી દીધાં. પક્ષીઓએ પિતાની ચાંચ અને પંજા વડે પ્રહાર કરીને એમને ક્ષત-વિક્ષત કરવા પ્રયત્ન કર્યો.
(૧૬) એણે આંધીનું ભયંકર રૂપ ઉપસ્થિત કર્યું. વૃક્ષ મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org