________________
સંગમનો ઉપસર્ગ
૪૧૯
(૧) એણે પ્રલયકાલ જેવી ધૂળની ભષણ વૃષ્ટિ કરી. આ ધૂળથી મહાવીરનાં કાન, નેત્ર, નાક વગરે સર્વથા સ્તબ્ધ થઈ ગયા.
(૨) એણે વજમુખી કીડીઓ ઉત્પન્ન કરી, જેણે મહાવીરના સમગ્ર શરીરને પિલું બનાવી દીધું.
(૩) એણે મછરોનાં ઝુંડ બનાવ્યાં અને તે મહાવીર પર છેડ્યાં. એમણે એમના શરીરનું ઘણું બધું લોહી ચૂસી લીધું.
(૪) એણે તીક્ષણમુખી ઉધાઈ ઉત્પન્ન કરી કે જે મહાવીરના શરીર પર ચોંટી ગઈ અને એમને કરડવા લાગી, એવું લાગતું હતું કે જાણે એમના રૂંવાડા ખડાં થઈ ગયાં છે.
(૫) એણે ઝેરી વીંછીઓની સેના તૈયાર કરી, જેણે એકીસાથે મહાવીર પર આક્રમણ કર્યું અને પિતાને તીક્ષણ ડંખથી એમને હિંસવા લાગ્યા.
(૬) એણે નોળિયા છેડડ્યા. ભયંકર અવાજ કરતા તેઓ મહાવીર પર એકી સાથે તૂટી પડ્યા અને એમના માંસને છિન્નભિન્ન કરવા લાગ્યા.
सामाणिय देवेडि ढ देवो दाएति सो विमाणगतो । भणइ य विरेहि महरिसि । णिक्कत्ती सग्गमावखाण ॥ उबहतमतिविण्णाणो ताधे वीर बहु सहावेतु । ओधीय जिणं ज्झायति झायति छज्जीवहितमेव ॥
આવ. નિયુકિત ૩૮૫–૩૮૬ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૩૭–૧૯૪૧ (ગ) આવશ્યક ચૂર્ણિ ૪૦૩-૩૦૪ (ધ) આવ. મલય. વૃત્તિ ૨૯૦ (૪) આવશ્યક હરિ. વૃત્તિ ૨૧૬-૧૭ (ચ) મહાવીર ચરિયું (ગુણ.) ૭,૨૨૮ (૭) મહાવીર ચરિયું (નેમિ.) ૧૧૦૫-૧૦૧૪ (જ) ઉપન્ન. મહાપુરિસ ૨૮૨ થી ૨૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org