________________
૪૦૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
ગોશાલકનું મિલન ભગવાન મહાવીરે બીજે વર્ષાકાલ રાજગૃહના ઉપનગર નાલંદાની તત્વાયશાલા (કાપડ બનાવનારની ઉદ્યોગશાલા)માં કર્યો. ત્યાં સંખલિપુત્ર ગોશાલક પણ વર્ષાવાસ માટે આવ્યો હતો. તે ભગવાનના તપ અને ત્યાગથી આકર્ષિત થયે. જ્યારે એણે ભગવાનને માસક્ષમણના પારણામાં પાંચ દિવ્ય પ્રકટ થયેલા જોયા, આકાશમાં દેવ-દુંદુભિ વાગતી સાંભળી ત્યારે એમના ચમત્કારિક તપથી આકૃષ્ટ થઈને એમના શિષ્ય બનવા તૈયાર થઈ ગયે. તે ભગવાનને પોતાના શિષ્ય રૂપે સ્વીકારવાની પ્રાર્થના કરવા લાગ્ય; પ્રભુ મૌન રહ્યા. એ વર્ષાકાલમાં ભગવાને એક-એક માસનું દીર્ધ તપ કર્યું.૭૯ વર્ષાકાલની પૂર્ણાહુતિને દિવસે ગોશાલક ભિક્ષા લેવા નીકળે, તે એણે પ્રભુને જિજ્ઞાસાથી પૂછયું–તપસ્વી! આજ મને ભિક્ષામાં શું પ્રાપ્ત થશે? ઉત્તર આપતાં ભગવાને કહ્યું- “કેદારીના વાસી તદુલ, ખાટી છાશ અને પેટે રૂપિયે.” ભગવાનની ભવિષ્યવાણી મિથ્યા કરવાના પ્રોજને તે શ્રેષ્ઠીઓના ગગનચુંબી ભવ્ય ભવનોમાં પહોંચે. પણ હતાશ અને નિરાશ થઈને ખાલી હાથે પાછો ફર્યો. પછીથી ગરીબની ઝૂંપડીઓ તરફ ગયે. એક લુહારના ઘરેથી એને ખાટી છાશ, વાસી ભાત અને દક્ષિણામાં એક રૂપિયે પ્રાપ્ત થયાં.૮° બસ આ ઘટનાઓથી તે ૭૯. (ક) રાષ્ટિ તંતુસા માસવા જેસા | આવ. નિર્યુક્તિ ૩૫૫
(ખ) વિશેષા. ભાષ્ય ૧૯૦૭ (ગ) આવ. ચૂણિ ૨૮૨ (ઘ) આવ. મલયવૃત્તિ ૨૭૩,૧ (ડ) મહાવીરચરિયું (નેમિચન્દ્ર) ૧૦૩૬ (ચ) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૬,૧૮૩
(છ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૩૭૨. ૮૦. (ક) આવ. ચૂણિ ૨૮૨
(ખ) આવ. મલ. વૃત્તિ ર૭૬ (ગ) આવ. હારિભદ્રીય વૃતિ ૧૯૯ (ધ) મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) ૧૦૪૯ (ડ) મહાવીર ચરિયું (ગુણ) ૬, ૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org